વર્ષ 2024 છે શનિદેવનું વર્ષ, આ જાતકો માટે શનિ ખોલવાના છે ભાગ્યનો ખજાનો
Year 2024 is the year of shani dev: વર્ષ 2024 શનિનું વર્ષ છે. હકીકતમાં 2024 નંબર 8 છે, જે શનિદેવનો નંબર છે.
Shani Rashi Parivartan 2024: વર્ષ 2024 શનિદેવનું વર્ષ છે. હકીકતમાં 2024 નંબર 8 છે, જે શનિનો નંબર છે. તેથી શનિદેવ વિવિધ રાશિઓને સારા પરિણામ આપશે, પરંતુ ઘણા જાતકો શનિના નકારાત્મક પ્રભાવનો પણ સામનો કરશે. શનિ 2024માં કુંભમાં રહેશે, પરંતુ તેનો એવો મતલબ નથી કે શનિ કોઈ રાશિને પ્રભાવિત નહીં કરે. શનિ 2024માં 30 જૂને પાછળ તરફ વક્રી થશે અને પછી 15 નવેમ્બરે ફરી માર્ગી થઈ જશે. નક્ષત્ર ગોચરની વાત કરીએ તો છ એપ્રિલે શનિ પૂર્વા ભાદ્રપદમાં જતા રહેશે. ત્યારબાદ 3 ઓક્ટોબરે શતભિષા અને 27 ડિસેમ્બરે પૂર્વા ભાદ્રપદમાં પરત જતા રહેશે.
કન્યા રાશિના જાતકો માટે શનિને કારણે સ્વાસ્થ્ય સારૂ રહેશે, નવા વર્ષની શરૂઆત કરવા માટે દિવસ સારો છે, આ સિવાય દેશની બહાર જવાની પણ તક મળશે. આ સિવાય તુલા રાશિના જાતકોની નોકરીમાં પ્રગતિ થશે. કુંભ રાશિના જાતકોએ બ્લડ પ્રેશર સંબંધી સમસ્યાથી બચીને રહેવું પડશે, ફરવાનો પ્લાન બનાવી શકો છો, પરંતુ કોઈ ખાસ નિર્ણય લેવા સમયે સારી રીતે વિચારણા કરવી. ધન રાશિના જાતકો માટે મન પરેશાન રહેશે. પરંતુ આ રાશિના લોકો માટે વર્ષ દરમિયાન થોડો નેગેટિવ માહોલ રહેશે, શનિના ઉપાય તમને રાહત અપાવી શકે છે.
આ પણ વાંચોઃ 2024માં 12 વખત થશે સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 જાતકો થશે માલામાલ, ધન-સંપત્તિ વધશે
શનિની સાડાસાતી અને પનોતીવાળા પર નક્ષત્ર પરિવર્તનનો સૌથી વધુ પ્રભાવ પડશે. આ સમયે કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિની પનોતી ચાલી રહી છે અને મકર, કુંભ અને મીન પર શનિની સાડાસાતી ચાલી રહી છે.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)
આ પણ વાંચોઃ આવતીકાલે સર્વાર્થ સિદ્ધિ યોગનો શુભ સંયોગ, તુલા સહિત આ 5 રાશિઓ પર હનુમાનજી વરસી જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube