2024માં 12 વખત થશે સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 જાતકો થશે માલામાલ, ધન-સંપત્તિમાં થશે વધારો
Horoscope 2024: વર્ષ 2024માં સૂર્ય દેવ 12 વખત રાશિ પરિવર્તન કરશે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. સૂર્ય દેવના રાશિ પરિવર્તનથી કેટલાક જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે.
Trending Photos
Surya Gochar Horoscope: સૂર્યદેવને બધા ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્યદેવ દરેક મહિનામાં રાશિ પરિવર્તન કરે છે, જેના કારણે એક વર્ષમાં 12 વખત સૂર્યનું રાશિ પરિવર્તન થાય છે. વર્ષ 2024માં પણ સૂર્ય દેવ 12 વખત રાશિ પરિવર્તન કરશે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. સૂર્ય દેવના રાશિ પરિવર્તનથી કેટલાક જાતકોને શુભ તો કેટલાક જાતકોને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. સૂર્ય દેવના શુભ થવા પર જાતકોનો ભાગ્યોદય થાય છે તો અશુભ થવા પર ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આજે આ લેખના માધ્યમથી તમને જણાવી રહ્યાં છીએ કે સૂર્યના રાશિ પરિવર્તન કરવાથી કયાં જાતકોના અચ્છે દિન શરૂ થશે.
મેષ
તમારી મનોકામના પૂરી થઈ શકે છે.
સુખ-સુવિધામાં વધારો થશે.
પરિવારની સાથે સારો સમય પસાર થશે.
સ્વાસ્થ્ય સારૂ રહેશે.
વાહન તથા જમીન સુખની પ્રાપ્તિ થઈ શકે છે.
મા લક્ષ્મીની કૃપાથી ધન લાભ થશે.
દાંપત્ય જીવન સુખમય રહેશે.
નવુ કાર્ય શરૂ કરવા માટે સમય સારો છે.
મિથુન રાશિ
તમારી આવકમાં વધારો થઈ શકે છે.
નોકરી શોધી રહેલા લોકોને શુભ સમાચાર મળી શકે છે.
કામને કારણે યાત્રાઓ કરવી પડી શકે છે.
સુખ-સુવિધામાં વધારો થશે.
ધન લાભ થશે.
લગ્ન જીવન સુખમય રહેશે.
સિંહ રાશિ
આ દરમિયાન તમારા માન-સન્માનમાં વધારો થશે.
પરિવારની સાથે સારો સમય પસાર થશે.
પાર્ટનર સાથે સંબંધ મધુર થશે.
ગોચર કાળમાં સમસ્યાઓનું સમાધાન મળશે.
સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઓછી થશે અને કરિયરમાં પ્રગતિનો માર્ગ ખુલશે.
કન્યા રાશિ
અચાનક ધનલાભ થઈ શકે છે.
નોકરીમાં પ્રગતિ થઈ શકે છે.
આવકમાં વધારો થશે.
આત્મવિશ્વાસ વધશે.
જીવનસાથી સાથે સમય પસાર કરશો.
લગ્ન જીવન સુખમય રહેશે.
ધન રાશિ
ગુપ્ત શત્રુઓથી મુક્તિ મળશે.
કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ખુબ મહેનત કરવી પડી શકે છે, પરંતુ સફળતા મળશે.
પાર્ટનર સાથે સારો સમય પસાર થશે.
ધન લાભ થશે.
પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે