ક્રિકેટ માટે કેવું રહ્યું વર્ષ 2019, એક વીડિઓમાં જુઓ તમામ રેકોર્ડ્સ
ક્રિકેટમાં વર્ષ 2019માં ઘણા કીર્તિમાન રચાયા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે વર્ષના મુખ્ય રેકોર્ડને એક વીડિયોમાં ભેગા કર્યાં છે.
નવી દિલ્હીઃ ક્રિકેટમાં આંકડા અને રેકોર્ડ્સનું શું કહેવું. 2019માં પણ ઘણા તીર્કિમાન રચાયા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે વર્ષના મુખ્ય રેકોર્ડને એક વીડિયોમાં શણગાર્યા છે. તેણે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ વીડિયોને શેર કર્યાં છે અને લખ્યું છે- 2019માં ક્રિકેટની અવિસ્મરણીય યાદો. તમને કઈ પસંદ છે? અમારી આ છે...
1. 7 જાન્યુઆરી- ભારતે ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીતી.
2. 26 જાન્યુઆરી- નેપાળના રોહિત પૌડેલ (16 વર્ષ 146 દિવસ) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી નાની ઉંમરમાં અડધી સદી ફટકારનાર પુરૂષ ક્રિકેટર બન્યો.
3. 28 જાન્યુઆરી- પારસ ખડકા વનડે આંતરરાષ્ટ્રીયમાં સદી ફટકારનાર નેપાળનો પ્રથમ ક્રિકેટર બન્યો.
4. 1 ફેબ્રુઆરી- મિતાલી રાજ 200 વનડે આંતરરાષ્ટ્રીય રમનાર પ્રથમ મહિલા ખેલાડી બની.
5. 23 ફેબ્રુઆરી- શ્રીલંકાની ટીમ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ (2-0) જીતનારી પ્રથમ એશિયન ટીમ બની.
6. 24 ફેબ્રુઆરી- અફાનિસ્તાને પુરૂષોના ટી20નો સૌથી મોટો સ્કોર બનાવ્યો. તેણે આયર્લેન્ડ વિરુદ્ધ 278 રન બનાવ્યા.
7. 18 માર્ચ- અફઘાનિસ્તાને આયર્લેન્ડને હરાવી પ્રથમવાર ટેસ્ટ ક્રિકેટમાં જીત હાસિલ કરી.
8 23 માર્ચ- નાઇઝીરિયા (અન્ડર-19)એ પ્રથમવાર વિશ્વકપ માટે ક્વોલિફાઇ કર્યું.
9. 27 એપ્રિલ-પુરૂષોના વનડે આંતરરાષ્ટ્રીયમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ મહિલા બની ક્લેયર પોલોસૈક.
10. 18 જૂન- ઇંગ્લિશ કેપ્ટન ઇયોન મોર્ગને વિશ્વકપ દરમિયાન એક ઈનિંગમાં સર્વાધિક છગ્ગા (17 છગ્ગા) ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો.
11. 20 જૂન- યુગાન્ડાની મહિલા ટીમે ટી20નો સૌથી મોટો સ્કોર (314 રન) બનાવ્યો.
12. 27 જૂન- વિરાટ કોહલી સૌથી ઝડપી 20000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ખેલાડી બન્યો.
13 13 જુલાઈ- રોહિત શર્માએ કોઈ એક વિશ્વકપમં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો. તેણે 5 સદી ફટકારી.
14. 11 જુલાઈ- મિશેલ સ્ટાર્કે વિશ્વકપમાં 27 વિકેટ ઝડપીને ગ્લેન મેક્ગ્રાને પાછળ છોડ્યો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube