નવી દિલ્હીઃ આઈપીએલનું નામ સાંભળતા જ મગજમાં ચેન્નઈ સુપરકિંગ્સની ટીમ આવે છે. તેની સાથે મહેન્દ્ર સિંહ ધોની યાદ આવે છે. આઈપીએલમાં સૌથી સફળ કેપ્ટનોમાંથી એક ધોનીએ શરૂઆતથી જ ચેન્નઈની ટીમની કમાન સંભાળી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ આ ટીમને ત્રણ ટાઇટલ અપાવ્યા છે. ચેન્નઈ સુપરકિંગ્સની ટીમ મહેન્દ્ર સિંહ ધોની વિના અધુરી લાગે છે. શાંત સ્વભાવ વાળા ધોની ટીમના દરેક ખેલાડી પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શન કરાવવાની ક્ષમતા ધરાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યાં બાદ માહી આઈપીએલની નવી સીઝન માટે તૈયાર છે. માહીના ચાહકો આઈપીએલ શરૂ થાય અને ધોનીના ચોગ્ગા-છગ્ગા જોવા મળે તેની રાહ જોઈ રહ્યાં છે. કોરોનાને કારણે આ વખતે બધી મેચ બંધ સ્ટેડિયમમાં રમાશે. નવા રેકોર્ડની આશા પહેલા એમએસ ધોનીના ત્રણ કીર્તિમાન વિશે વાત કરીએ જે તેણે આઈપીએલમાં બનાવ્યા છે અને તેને લગભગ કોઈ તોડી શકશે નહીં. 


મહેન્દ્ર સિંહ ધોનીના 3 આઈપીએલ રેકોર્ડ
સૌથી વધુ શિકાર

મહેન્દ્ર સિંહ ધોનીએ વિકેટકીપર તરીકે આઈપીએલમાં સૌથી વધુ બેટ્સમેનોને આઉટ કર્યાં છે. 94 કેસ અને 38 સ્ટમ્પિંગની સાથે તેણે 132 ખેલાડીઓને પેવેલિયન પરત મોકલ્યા છે. પરંતુ તેની પાછળ 131 શિકારની સાથે દિનેશ કાર્તિક છે. હવે જોવાનું રહેશે કે આ સીઝનમાં માહી કેટલા શિકાર કરે છે. 


IPL ઈતિહાસઃ છેલ્લા 12 વર્ષથી કોઈ તોડી શક્યું નથી શોન માર્શનો આ અનોખો રેકોર્ડ


કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતી
મહેન્દ્ર સિંહ ધોનીની સાથે આ મામલામાં પણ કોઈ ખેલાડી નથી. તેણે ચેન્નઈ સુપરકિંગ્સને પોતાની આગેવાનીમાં 99 મેચમાં જીત અપાવી છે. અન્ય મેચ તેણે પુણે માટે જીતી છે. તે કુલ 104 જીતની સાથે પ્રથમ નંબર પર છે. અન્ય કેપ્ટનોએ આ આંકડા સુધી પહોંચવા માટે ખુબ મહેતન કરવી પડશે.


સૌથી વધુ આઈપીએલ ફાઇનલ
મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલમાં સૌથી વધુ વખત ફાઇનલ મુકાબલા રમ્યા છે. ચેન્નઈ સુપરકિંગ્સ માટે રમતા તેણે 8 વખત ફાઇનલ રમી અને તે કેપ્ટન હતો. આ સિવાય રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ તરફથી પણ તેણે એક ફાઇનલ રમી છે. આમ આઈપીએલમાં માહીએ કુલ 9 ફાઇનલ રમી છે. 
 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર