નવી દિલ્હીઃ IPLમાં આપણે ઘણી વાર જોયું છે કે કોઈ પણ ટીમનો બોલિંગ હુમલો વિરોધી ટીમના બેટ્સમેનને સંપૂર્ણપણે તોડી નાખે છે અને મેદાનની ચારેકોર રન બનાવે છે. IPLના અત્યાર સુધીના ઈતિહાસમાં 17 ટીમોએ 225થી વધુ રન બનાવ્યા છે. અને આ યાદીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું નામ સૌથી વધુ વખત લેવામાં આવ્યું છે. આ લેખ દ્વારા અમે તમને તે 5 ટીમો વિશે જણાવીશું કે જેમણે IPLમાં સૌથી વધુ રન બનાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPLના ઈતિહાસમાં 5 સૌથી મોટા ટીમ સ્કોર-
1) 2013માં RCBની ટીમે IPLના ઈતિહાસમાં સૌથી મોટો ટીમનો સ્કોર હાંસલ કર્યો હતો. ક્રિસ ગેઈલે પૂણે વોરિયર્સ ઈન્ડિયા સામે 66 બોલમાં અણનમ 175 બોલમાં 66 રન બનાવ્યા હતા. RCBએ ગેલની ઝડપી ઈનિંગ્સ અને અંતમાં ડી.વિલિયર્સ દ્વારા ફક્ત 8 બોલમાં 31 રનની વિસ્ફોટક ઈનિંગ્સની મદદથી 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 263 રન બનાવ્યા હતા.


આ પણ વાંચોઃ કોરોનાના વધતા કેસ વચ્ચે શું ભારતમાં જ રમાશે T20 વિશ્વકપ? ICC એ આપ્યો જવાબ


2) IPL 2008ની બીજી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સાથે થયો હતો. આ મેચમાં ચેન્નઈની ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ત્રીજી ઓવરમાં તેઓએ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા માઈકલ હસીએ આ મેચમાં જબરદસ્ત બેટિંગ કરી હતી અને માત્ર 54 બોલમાં 116 રન બનાવ્યા હતા. પંજાબની ટીમમાં બ્રેટ લી, ઈરફાન પઠાણ અને એસ.શ્રીસંત જેવા બોલરો હતા પરંતુ તેમ છતાં ચેન્નઈના બેટ્સમેનોએ જબરદસ્ત બેટિંગ કરી 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 240 રન બનાવ્યા હતા. જેની સામે પંજાબની ટીમ 33 રને મેચ હારી ગઈ.


3) IPL 2018 માં પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં કોલકાત્તા નાઈટ રાઈડર્સના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. કોલકાતા તરફથી ઓપનિંગ માટે આવેલા સુનીલ નારાયણે 75 રનની તેજ ઇનિંગ્સ રમીને ટીમને ઝડપી શરૂઆત આપી હતી. તે પછી, આંદ્રે રસેલે 23 બોલમાં 31 અને દિનેશ કાર્તિકે 23 બોલમાં 50 રનની મદદથી મધ્ય ઓવરોમાં ઝડપી બેટિંગ કરી KKRને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 245 રન બનાવવામાં મદદ કરી. આ મેચમાં કિંગ્સ 11 પંજાબે 31 રને હારનો સામનો કરવો પડ્યો હતો.


આ પણ વાંચોઃ IPL 2021: ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફમાં પહોંચશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી ભવિષ્યવાણી


4) IPL 2010માં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સના બેટ્સમેનનો ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું...મુરલી વિજય અને એલ્બી મોર્કેલે જોરદાર બેટિંગ કરી અને ચેન્નઈની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 246 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 152 રનની ભાગીદારી નોંધાઈ હતી. એલ્બી મોર્કેલે 34 બોલમાં 62 રન બનાવ્યા હતા જ્યારે મુરલી વિજયે 56 બોલમાં 127 રનનું યોગદાન આપ્યું હતું.


 5) IPL 2016માં ગુજરાત લાયન્સ સામેની મેચમાં પ્રેક્ષકોએ વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સની જોરદાર બેટિંગ નિહાળી હતી. RCBએ ક્રિસ ગેલની વિકેટ શરૂઆતમાં ગુમાવી દીધી હતી. પરંતુ એબી ડી વિલિયર્સ અને વિરાટ કોહલીએ ગુજરાત લાયન્સના બોલરોનો જોરદાર સમાચાર લીધો. વિરાટ કોહલીએ 55 બોલમાં 109 રન બનાવ્યા હતા જ્યારે ડી વિલિયર્સે માત્ર 52 બોલમાં 132 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ બંને વચ્ચે 232 રનની ભાગીદારીને કારણે આરસીબીએ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 248 રન બનાવ્યા હતા.


આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube