કોરોનાના વધતા કેસ વચ્ચે શું ભારતમાં જ રમાશે T20 વિશ્વકપ? ICC એ આપ્યો જવાબ
અલાર્ડિસે વર્ચ્યુઅલ મીડિયા રાઉન્ડ ટેબલ દરમિયાન કહ્યુ, અમે ચોક્કસપણે ટૂર્નામેન્ટ માટે યોજના અનુસાર આગળ વધી રહ્યાં છીએ. અમારી પાસે બીજી યોજના છે, પરંતુ અમે તે યોજનાઓ વિશે વિચાર કર્યો નથી. અમે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની સાથે કામ કરી રહ્યાં છીએ. અમારી પાસે બેકઅપ યોજના છે જેને જરૂર પડવા પર શરૂ કરી શકાય છે.
Trending Photos
દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના અંતરિમ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) જ્યોફ અલાર્ડિસે કહ્યુ કે, તેમની પાસે આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર ટી20 વિશ્વકપ માટે બેકઅપ પ્લાન છે. પરંતુ આ સમયે અહીં કોરોના કેસમાં વધારા છતાં દેશમાંથી તેને હટાવવા પર કોઈ વિચાર થઈ રહ્યો નથી.
ટી20 વિશ્વકપનું આયોજન ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં થશે, પરંતુ છેલ્લા થોડા દિવસથી દેશમાં દરરોજ એક લાખ કેસ સામે આવી રહ્યાં છે. કોવિડ-19ના કેસ વધવા છતાં આઈપીએલનું આયોજન દર્શકો વગર બંધ સ્ટેડિયમમાં થઈ રહ્યું છે.
અલાર્ડિસે વર્ચ્યુઅલ મીડિયા રાઉન્ડ ટેબલ દરમિયાન કહ્યુ, અમે ચોક્કસપણે ટૂર્નામેન્ટ માટે યોજના અનુસાર આગળ વધી રહ્યાં છીએ. અમારી પાસે બીજી યોજના છે, પરંતુ અમે તે યોજનાઓ વિશે વિચાર કર્યો નથી. અમે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની સાથે કામ કરી રહ્યાં છીએ. અમારી પાસે બેકઅપ યોજના છે જેને જરૂર પડવા પર શરૂ કરી શકાય છે.
આઈસીસીના ક્રિકેટ મેનેજર અલાર્ડિસને હાલમાં મનુ સાહનીને રજા પર મોકલ્યા બાદ અંતરિમ સીઈઓ બનાવવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના 53 વર્ષીય અલાર્ડિસ પોદતાના દેશ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી ચુક્યા છે. તેમણે કહ્યું કે, આઈસીસી તે સમજવા માટે અન્ય દેશોની ખેલ સંસ્થાઓ સાથે સંપર્કમાં છે કે તે કોવિડ કાળમાં કઈ રીતે પોતાની ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યાં છે.
તેમણે કહ્યું કે, આ સમયે ક્રિકેટ અનેક દેશોમાં ચાલી રહી છે અને અમે બધા પાસે શીખી રહ્યાં છીએ. અમે અન્ય ખેલ સંસ્થાઓ સાથે વાત કરી રહ્યાં છીએ કે તે શું કરી રહી છે. અમે આ સમયે સારી સ્થિતિમાં છીએ પરંતુ તે પણ સ્વીકારીએ છીએ કે દુનિયામાં વસ્તુ ઝડપથી બદલાઈ રહી છે.
આ પણ વાંચોઃ IPL 2021: ડેવિડ વોર્નરના નેતૃત્વમાં મેદાને ઉતરશે સનરાઈઝર્સ હૈદરાબાદ, જાણો ટીમના નબળા અને સબળા પાસા
અલાર્ડિસે કહ્યુ, બે મહિનાના સમયમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનો પણ સમય છે, પરંતુ અમે બન્ને માટે યોજના અનુસાર ચાલી રહ્યાં છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે