નવી દિલ્લી: વિરાટ કોહલીને રનનું મશીન કહેવામાં આવે છે. પરંતુ નવેમ્બર 2019 પછી આ રનના મશીન પર કોણ જાણે બ્રેક લાગી ગઈ છે. વિરાટ કોહલીએ છેલ્લે આ દિવસે બાંગ્લાદેશ સામે ડે-નાઈટ ટેસ્ટમાં સદી ફટકારી હતી. પરંતુ તેના પછી તે છેલ્લી 75 ઈનિંગ્સ રમી ચૂકયો છે. પરંતુ તેના બેટમાંથી એકપણ સદી નીકળી શકી નથી. જેના કારણે તેની બેટિંગ સામે અનેકવખત સવાલ પણ ઉભા થઈ ચૂક્યા છે. હાલમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં તેની પાસેથી સારી બેટિંગની આશા હતી. પરંતુ તેમાં પણ કોહલી બંને ઈનિંગ્સમાં મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સદીનો ઈંતઝાર વધુ લાંબો થયો
વિરાટ કોહલીનો સદીનો ઈંતઝાર કેટલાંક દિવસો કે મહિનાથી નહીં પરંતુ અઢી વર્ષથી ચાલ્યો આવે છે. જો દિવસોની ગણતરી કરીએ તો કોહલી 954 દિવસથી સદી ફટકારી શક્યો નથી. કોહલીના સદીનો ઈંતઝાર લાંબો થઈ રહ્યો છે. હવે તે ક્યારે પૂરો થશે તે કહેવું ઘણું મુશ્કેલ છે.


માત્ર 228 રૂપિયાના રિચાર્જમાં આખુ વર્ષ વાપરો તમામ સુવિધા, વધુ પડતા ખર્ચમાંથી છૂટકારો


કોહલીએ છેલ્લી સદી નવેમ્બર 2019માં ફટકારી
વિરાટ કોહલીએ છેલ્લી સદી નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. ત્યારે ટીમ ઈન્ડિયાએ 22 નવેમ્બરે કોલકાતામાં બાંગ્લાદેશ સામે ડે-નાઈટ ટેસ્ટ રમી હતી. જેમાં કોહલીએ 136 રનની ઈનિંગ્સ રમી હતી. ભારતે આ ટેસ્ટ મેચ ત્રણ દિવસમાં જીતી લીધી હતી. તેના પછીથઈ કોહલીએ 18 ટેસ્ટ, 21 વન-ડે અને 25 ટી-20 મેચ રમી. પરંતુ એકવખત સદી ફટકારી શક્યો નથી.


લોકેશ રાહુલ અને રોહિત શર્માએ અનુક્રમે 5, 4 સદી ફટકારી
જ્યારે આ દરમિયાન લોકેશ રાહુલે 51 અને રોહિત શર્માએ રોહિત શર્માએ 49 ઈન્ટરનેશનલ મેચ રમી. જેમાં રાહુલે 5 અને રોહિત શર્માએ 4 સદી ફટકારી છ. કોહલીએ આ દરમિયાન 18 ટેસ્ટની 27.25ની એવરેજથી 27.25ની એવરેજથી 872 રન બનાવ્યા. આ દરમિયાન કોહલી 4 વખત ઝીરો પર આઉટ થયો. જ્યારે 6 અર્ધસદી ફટકારી.


ગ્લોબલ માર્કેટના સારા સંકેતથી શેર બજારમાં તેજી, સેન્સેક્સ 300 પોઈન્ટ મજબૂત


ડિસેમ્બર 2019 થી અત્યાર સુધી કોહલીનો રેકોર્ડ
કુલ ઈન્ટરનેશનલ:
64 મેચ
2509 રન
24 અર્ધસદી


કુલ ટેસ્ટ: 18 મેચ
872 રન
6 અર્ધસદી


કુલ વન-ડે: 21 મેચ
791 રન
10 અર્ધસદી


કુલ ટી-20: 25 મેચ
846 રન
8 અર્ધસદી


સાક્ષી પહેલા ધોનીના જીવનમાં હતી આ એક્ટ્રેસ? બંને વચ્ચે અફેરની પણ હતી ચર્ચા


એજબાસ્ટન ટેસ્ટમાં પણ નસીબે સાથ ન આપ્યો
ઈંગ્લેન્ડ સામે એજબાસ્ટન ટેસ્ટ મેચમાં કોહલીએ પહેલા દાવમાં 19 બોલ રમીને માત્ર 11 રન બનાવ્યા. તેમાં તેને મેથ્યુ પોટે ક્લીન બોલ્ડ કર્યો. તેના પછી બીજા દાવમાં કોહલીએ શરૂઆત સારી કરી અને સાવચેતીથી રમ્યો. પરંતુ મોટો સ્કોર બનાવવાથી ચૂકી ગયો. તેણે 40 બોલ રમીને માત્ર 20 રન બનાવ્યા અને બેન સ્ટોક્સના બોલ પર કેચ આઉટ થઈ ગયો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube