MS Dhoni: સાક્ષી પહેલા ધોનીના જીવનમાં હતી આ એક્ટ્રેસ? બંને વચ્ચે અફેરની પણ હતી ચર્ચા

MS Dhoni: સાક્ષી સાથે મહેન્દ્ર સિંહ ધોનીના લગ્ન પહેલા સાઉથ ઇન્ડિયન ફિલ્મની એક્ટ્રેસ રાય લક્ષ્મી સાથે માહીના અફેરની ચર્ચા હતી. મહેન્દ્ર સિંહ ધોનીની રમત સિવાય તેમના ઇશ્કની પણ ઘણી ચર્ચા હતી.

MS Dhoni: સાક્ષી પહેલા ધોનીના જીવનમાં હતી આ એક્ટ્રેસ? બંને વચ્ચે અફેરની પણ હતી ચર્ચા

MS Dhoni: સાક્ષી સાથે મહેન્દ્ર સિંહ ધોનીના લગ્ન પહેલા સાઉથ ઇન્ડિયન ફિલ્મની એક્ટ્રેસ રાય લક્ષ્મી સાથે માહીના અફેરની ચર્ચા હતી. મહેન્દ્ર સિંહ ધોનીની રમત સિવાય તેના પ્રેમની પણ ઘણી ચર્ચા હતી. સાઉથની એક્ટ્રેસ રાય લક્ષ્મી સાથે તેનું નામ પણ જોડવામાં આવ્યું હતું. જોકે, આ મામલે ધોનીએ ક્યારે કોઈ વાત કરી નથી. પરંતુ એક્ટ્રેસ આ મામલે ખુલાસો કર્યો હતો. રાય લક્ષ્મી અને મહેન્દ્ર સિંહ ધોનીની લવ સ્ટોરી પણ ઘણી ચર્ચામાં રહી હતી. બંનેની મુલાકાત 2008 આઇપીએલ દરમિયાન થઈ હતી. તે સમયે બંનેના લિંકઅપના સમાચાર સામે આવ્યા હતા. જોકે, ત્યારબાદ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.

સાક્ષી પહેલા ધોની પર ફીદા હતી આ એક્ટ્રેસ
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાય લક્ષ્મી એક જાણીતું નામ છે. જોકે, હિન્દી દર્શકોની વચ્ચે લોકો તેને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની એક્સ ગર્લફ્રેન્ડના નામથી જાણે છે. રાય લક્ષ્મી 2008 માં આઇપીએલની પહેલી સીઝનમાં ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની બ્રાન્ડ એમ્બેસડર હતી. તે સમયે તેની મુલાકાત ધોની સાથે થઈ હતી. ત્યારે ધોની ટીમનો કેપ્ટન હતો. ત્યાંથી બંને વચ્ચે પ્રેમનું ફૂલ ખીલ્યું હતું. તે સમયે ધોની અને રાય લક્ષ્મીના લિંકઅપના સમાચાર સામે આવતા રહેતા હતા. જોકે, જલ્દી જ બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું.

Team India: હાર્દિક પંડ્યાના કારણે આ ખેલાડીનું સમાપ્ત થયું કરિયર, જાણો કોણ છે ખેલાડી

અફેર સુધી ચર્ચા
આજ સુધી કોઈને ખબર નથી કે ધોની અને રાય લક્ષ્મીના અલગ થવાનું કારણ શું હતું. જોકે, આ મામલે અભિનેત્રીએ કહ્યું હતું કે, ધોની સાથેનો સંબંધ તેના જીવનની સૌથી મોટી ભૂલ હતી. રાય લક્ષ્મીએ એવું પણ કહ્યું હતું કે, હવે તે વાતને ઘણા વર્ષ વિતી ગયા છે. અને લોકોએ આ મામલે ચર્ચા કરવાનું બંધ કરી દેવું જોઇએ. ધોનીના લગ્ન થઈ ગયા છે અને તેને એક દીકરી પણ છે. રાય લક્ષ્મીનો જન્મ 5 મે 1989 ના કર્ણાટકમાં થયો હતો. તેણે પોતાના કરિયરની શરૂઆત 2005 માં રીલિઝ થયેલી તામિલ ફિલ્મ 'Karka Kasadara' થી કરી હતી.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રાય લક્ષ્મી
રાય લક્ષ્મી 2016 માં રીલિઝ થયેલી સોનાક્ષી સિન્હાની ફિલ્મ અકીરામાં માયાના રોલમાં જોવા મળી હતી. ત્યારબાદ હિન્દી ફિલ્મમાં તે ફિલ્મ જૂલી 2 અને ઓફિસર અર્જૂન સિંહ IPS 2000 માં પણ જોવા મળી હતી. રાય લક્ષ્મી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે તસવીરો શેર કરી હંમેશા ફેન્સને દીવાના બનાવે છે. વર્ષ 2010 માં મહેન્દ્ર સિંહ ધોનીએ સાક્ષી સાથે લગ્ન કર્યા હતા. ધોનીને એક દીકરી પણ છે જેનું નામ જીવા છે.

Kaali Movie Controversy: ફિલ્મ કાલીના પોસ્ટર પર લાગ્યો વિવાદનો કલંક, પ્રચાર માટે ધાર્મિક ભાવનાઓ દુભવી

એક્ટ્રેસ કર્યો મોટો ખુલાસો
ધોનીના લગ્ન બાદ રાય લક્ષ્મીએ કહ્યું હતું કે, બંને વચ્ચે પ્રેમ ન હતો. તે મારો સારો મિત્ર હતો અને અમે બંને ક્યારે એકબીજાને ડેટ કરી રહ્યા ન હતા. જ્યારે 2016 માં મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક ફિલ્મ 'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' રીલિઝ થઈ ત્યારે રાય લક્ષ્મીનું એક નિવેદન સામે આવ્યું હતું. લક્ષ્મીએ કહ્યું હતું કે, લોકો મારા ભૂતકાળ વિશે બિનજરૂરી વાત કરી રહ્યા છે. જોકે, હું અને ધોની ઘણા આગળ વધી ગયા છે.

એક વર્ષ કરતા પણ ઓછો સમય સાથે રહ્યા
લક્ષ્મીએ વધુમાં કહ્યું કે, ધોની ટીમનો ભાગ હતો તેથી અમે લગભગ 1 વર્ષ કરતા પણ ઓછો સમય સાથે રહ્યા છીએ. લક્ષ્મીના જણાવ્યા અનુસાર તેમણે ક્યારે પણ એકબીજાને કોઈ પ્રકારનું કમિટમેન્ટ કર્યું ન હતું અને ના ક્યારે લગ્ન વિશે વિચાર્યું હતું. લક્ષ્મીએ કહ્યું હતું કે, ધોનીને તે સારી રીતે જાણે છે, પરંતુ તેને કોઈ સંબંધનું નામ ના આપી શકાય. લક્ષ્મીએ કહ્યું હતું કે, બંને અત્યારે પણ એકબીજાની ઇજ્જત કરીએ છીએ. તે તેના જીવનમાં આગળ વધી ગયો છે. અમારી સ્ટોરી તો ત્યારે જ ખતમ થઈ ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news

Powered by Tomorrow.io