માત્ર 228 રૂપિયાના રિચાર્જમાં આખુ વર્ષ વાપરો તમામ સુવિધા, વધુ પડતા ખર્ચમાંથી છૂટકારો
શું તમે વારંવાર ફોન રિચાર્જ કરાવવાથી પરેશાન થઇ ગયા છો. જો એવું હોય તો તમારી પરેશાનીનો ઉકેલ મળી ગયો છે. માત્ર 228 રૂપિયાના રિચાર્જમાં હવે આખુ વર્ષ તમારું સિમ એક્ટિવ રાખી શકો છો.
Trending Photos
નવી દિલ્હી: જો તમે બે સિમ યુઝ કરો છો અને તેમાં એક સિમ માત્ર ફોન રિસીવ કરવા માટે એક્ટિવ રાખવા માંગો છો તો તમે તેના રિચાર્જ પાછળ વધારે ખર્ચ કરવા ઇચ્છતા નહીં હોવ. એવામાં અમે તમારા માટે એક એવો પ્લાન લઇ આવ્યા છે. જેમાં માત્ર 228 રૂપિયાના રિચાર્ચમાં તમારું સિમકાર્ડમાં આખું વર્ષ રિચાર્જ રહેશે. આ પ્લાન છે બીએસએનએલનો.
BSNL એ 19 રૂપિયાના કિંમતનો પ્લાન લોન્ચ કર્યો છે. 19 રૂપિયાના રિચાર્જમાં 30 દિવસની વેલિડિટી મળશે. એવામાં જો તમે તમારા સિમકાર્ડને 12 મહિના માટે એક્ટિવ રાખવા માંગો છો તો તમારે 19 X 12 એટલે કે 228 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આ રિચાર્જ પ્લાનમાં તમને તમામ સુવિધાઓ મળશે. યુઝર, ઓન નેટ અથવા ઓફ નેટ 20 પૈસા પ્રતિ મિનિટના હિસાબથી કોલ કરી શકે છે.
જોકે, આ રિચાર્જ તમામ રાજ્યોમાં વેલિડ નથી. તેથી રિચાર્જ કરતા પહેલા યુઝર્સ આ વાતનું ખાસ ધ્યાન રાખે. 19 રૂપિયાના રિચાર્જમાં યુઝર્સને 3જી સર્વિસ મળશે. તેમાં તમને 4જી સર્વિસ નહીં મળે. તમને જણાવી દઈએ કે, બીજી સેવા આપતી કંપનીઓ સિમ એક્ટિવ રાખવા માટે દર મહિને 50 થી 150 રૂપિયાનો ઓછામાં ઓછો પ્લાન આપી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે