ભરત ચુડાસમા/ભરૂચ: ભારતના બોર્ડ ઓફ ક્રિકેટ કંન્ટ્રોલ ઓફ ઈન્ડિયા(BCCI) દ્વારા ભારતના સ્થાનિક ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઝોનલ કક્ષાએ ઈન્ટર સ્ટેટ ક્રિકેટની ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. આ ટુર્નામેન્ટ  ભારતમાં પાંચ ઝોન નોર્થ, ઈસ્ટ,વેસ્ટ સાઉથ તથા સેન્ટલ ઝોનની ટીમો વચ્ચે ઈન્ટર સ્ટેટ કિક્રેટની ટુર્નામેન્ટ યોજાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


BCCIએ ઉત્કૃષ્ટ પ્રર્દશન કરતાં ડોમેસ્ટીક બેસ્ટ બોલર અને બેટીંગ કરતા કિક્રેટ પ્લેયરોની યાદી બહાર પાડી હતી. આ ટોપ 10 ખેલાડીઓની યાદીમાં ગુજરાતના ભરૂચ જિલ્લાની મુસ્કાન વસાવાને સ્થાન મળતા ડોમેસ્ટિક ક્રિકેટરોની યાદીમાં નવું નામ ઉમેરાયું છે. 



કેમ કરવામાં આવી ઓલ ઈન્ડીયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીમાં પસંદગી?
તાજેતરમાં ભારતના હૈદરાબાદ ખાતે રમાયેલ ઈન્ટર સ્ટેટ“સિનિયર વુમન ઈન્ટર ઝોનલ એક દિવસીય કિક્રેટ ટુર્નામેન્ટ” રમાઈ હતી.આ સમગ્ર ઈનીંગ દરમ્યાન વેસ્ટ ઝોનમાં બોલર તરીકે ભરૂચના ઝઘડિયાની મુસ્કાન વસાવાએ શ્રેષ્ડ ગોલંદાજીનું પ્રદર્શન કર્યું હતું. આ ઈનીંગમાં તેણીએ 21 રન આપીને 6 વિકેટ મેળવી હતી. આ ઉમદા પ્રદર્શનને કારણે ઝઘડિયા તાલુકાના નાનકડા બલેશ્વર ગામની દીકરી મુસ્કાન વસાવાના કિક્રેટની સરાહના કરતાં ઓલ ઈન્ડીયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીમાં ટોપ 10માં સમાવેશ કરવામાં આવ્યો હતો.



શ્રેષ્ડ ગોલંદાજ તરીકેની તવારિખ..
મુસ્કાન વસાવા અંડર 16થી ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી આવી છે. આ પહેલા વેસ્ટ ઝોન સિનિયર  વુમન  ટી- 20 માં સિલેક્શન થયું હતું. ત્યાં પણ સારું પ્રદર્શન કરી ઉત્કૃષ્ટ પ્રતિભા દેખાડી હતી. ત્યારબાદ ઈન્ટર સ્ટેટની ઈનીંગની મેચમાં ફોર્મ જાળવી રાખી શ્રેષ્ઠ ડોમેસ્ટિક ક્રિકેટરની યાદીમાં નામના મેળવી છે.



ખેતરને ક્રિકેટના ગ્રાઉન્ડમાં ફેરવીને પિતૃવાત્સલ્ય દર્શાવતા પિતા ચંદ્રકાન્ત વસાવા    
મુસ્કાન વસાવાના પિતા ચંદ્રકાન્ત વસાવાએ તેમના માતૃશ્રીની યાદમાં તથા દિકરીની ક્રિકેટ પ્રત્યેના સમર્પણ અને હુનર  જોઈને પિતૃવાત્સલ્યનો ભાવ દર્શાવીને પોતાના ખેતરને જ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવી દીધું હતું. હાલમાં સ્વ.મધુબેન ફતેસિંહના બેનર હેઠળ બલેશ્વર સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઝગડીયા, નેત્રંગ તાલુકાના 20થી પણ વધુ મેન-વુમન ખેલાડીઓ મફત કોચિંગ પ્રાપ્ત કરી રહ્યા છે.