કાબુલઃ ફાસ્ટ બોલર હામિસ હસન અને પૂર્વ કેપ્ટન અસગર અફગાનને વિશ્વ કપ માટે સોમવારે જાહેર થયેલી અફગાનિસ્તાન ટીમમાં જગ્યા આપવામાં આવી છે. જેમાં આઈપીએલમાં રમી રહેલા રાશિદ ખાન અને મોહમ્મદ નબી જેવા ખેલાડીઓ પણ સામેલ છે. ગુલબદીન નૈબની આગેવાની વાળી આ ટીમમાં મોહમ્મદ શહઝાદ અને સ્પિનર મુઝીબ ઉર રહમાનને પણ જગ્યા આપવામાં આવી છે. 


અફગાનને ગત દિવસોમાં તમામ ફોર્મેટમાંથી કેપ્ટન પદે હટાવી દેવાયો હતો. હસનની ત્રણ વર્ષ બાદ ટીમમાં વાપસી થઈ છે પરંતુ તેની ફિટનેસ હજુ પણ ચિંતાનો વિષય છે. 31 વર્ષના અફગાનિસ્તાનના આ બોલરે 32 એકદિવસીયમાં 56 વિકેટ ઝડપી છે. મુખ્ય પસંદગીકાર દૌલત ખાન અહમદજઈએ કહ્યું, વરિષ્ઠ બોલર હામિદ હસનની ટીમમાં વાપસી અમારા માટે સારા સમાચાર છે. પરંતુ અમે આગામી પ્રેક્ટિસ મેચોમાં તેનું ફોર્મ અને ફિટનેસનો અભ્યાસ કરીશું. 


IPL 2019 પ્લેઓફ: બેંગલુરૂ અંદર તો ચેન્નાઇ થઇ શકે બહાર...જાણો જટીલ ગણિત