રહાણેનું મુંબઈમાં ભવ્ય સ્વાગત, ઓસ્ટ્રેલિયાથી પરત ફરી ટીમ ઈન્ડિયા જુઓ Video
ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીત મેળવી આજે મુંબઈ પહોંચેલા કેપ્ટન અંજ્કિય રહાણે સહિત અન્ય ખેલાડીઓનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
નવી દિલ્હીઃ અંજ્કિય રહાણે (Ajinkya rahane) ની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં ઐતિહાસિક જીત મેળવનાર ભારતીય ક્રિકેટ ટીમના મોટાભાગના સભ્યો ગુરૂવારે સ્વદેશ પહોંચી ગયા છે. રહાણે, મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા, ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર અને ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શો મુંબઈ પહોંચ્યા. બ્રિસબેન ટેસ્ટનો હીરો રિષભ પંત દિલ્હી પહોંચ્યો હતો.
કાર્યવાહક કેપ્ટન અંજ્કિય રહાણેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્રિકેટ પ્રશંસકો પોતાના નાયકના સ્વાગત માટે ભેગા થયા હતા. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રહાણેની ઈતિહાસ રચનારી આગેવાની આ દિવસોમાં ચર્ચાનો વિષય છે.
પ્રેગનેન્સી બાદ પહેલીવાર જાહેરમાં દેખાઈ અનુષ્કા, પત્નીની પડખે ઉભો રહ્યો વિરાટ કોહલી
તો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પૂર્ણ કરી મુંબઈ પહોંચનારા ખેલાડીઓને સાત દિવસ ક્વોરેન્ટીનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. ફાસ્ટ બોલર ટી નટરાજન બેંગલુરૂ ગયો, જ્યાંથી તે તમિલનાડુ પોતાના ગામ સલેમ જશે. ચેન્નઈનો રહેવાસી અશ્વિન, યુવા ઓલરાઉન્ડર વોશિંગટન સુંદર અને બોલિંગ કોચ ભરત અરૂણ હાલ દુબઈમાં છે, તેઓ શુક્રવારે સ્વદેશ પહોંચી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube