પ્રેગનેન્સી બાદ પહેલીવાર જાહેરમાં દેખાઈ અનુષ્કા, પત્નીની પડખે ઉભો રહ્યો વિરાટ કોહલી

Updated By: Jan 21, 2021, 03:22 PM IST
પ્રેગનેન્સી બાદ પહેલીવાર જાહેરમાં દેખાઈ અનુષ્કા, પત્નીની પડખે ઉભો રહ્યો વિરાટ કોહલી
  • વિરાટ અને અનુષ્કા મુંબઈના બાન્દ્રા સ્થિત પોતાના વિસ્તારમાં પોતાની લાડલી દીકરીના હેલ્થ ચેકઅપ માટે ડોક્ટર પાસે પહોંચ્યા હતા
  • સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ તેનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો

ઝી મીડિયા/બ્યૂરો :વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) ના પરિવારમાં 11 જાન્યુઆરીના રોજ નાનકડી દીકરીનું આગમન થયું. તેના બાદ આ કપલ જાહેરમાં ક્યાંય જોવા મળ્યુ ન હતું. પરંતુ હવે પહેલીવાર આ કપલ જાહેરમાં દેખાયું છે. તેમનો વીડિયો સામે આવ્યો છે. જેને સોશિયલ મીડિયા પર લોકો પસંદ કરી રહ્યાં છે. 

વિરાટ અને અનુષ્કા મુંબઈના બાન્દ્રા સ્થિત પોતાના વિસ્તારમાં પોતાની લાડલી દીકરીના હેલ્થ ચેકઅપ માટે ડોક્ટર પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન કપલ બહુ જ ખુશ નજરે આવ્યું હતું. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ તેનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. 

આ પણ વાંચો : તમારું દિલ જીતી લેશે આ ગુજરાતી બાળક, જેણે અમરેલીનું બજાર ગજવ્યું 

પ્રેગનેન્સી બાદ સ્ટાઈલિશ લૂકમાં અનુષ્કા
અનુષ્કા શર્મા પોતાના આ ડે લૂકમાં બહુ જ સાદગીભરી અને એલિગન્ટ લૂકમાં જોવા મળી. તેણે એન્કલ લેન્થ ડેનિમ ડ્રાઉઝરની સાથે ડેનિમ શર્ટ પહેર્યું હતું. તે એકદમ ક્લાસી લૂકમાં જોવા મળી હતી. આ સાથે તેણે એક નાનકડી બેગ પણ લીધી હતી. પ્રેગનેન્સી બાદ તે બહુ જ પાતળી દેખાઈ હતી. 

વિરાટનો લૂક પણ કમાલનો
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના લૂકની વાત કરીએ તો તે બ્લેક આઉટફીટમાં બહુ જ ડેશિંગ લાગતા હતા. તેમણે બ્લેક શર્ટની સાથે બ્લેક કલરનો ઢીલો ટ્રાઉઝર અને બ્લેક સનગ્લાસ પહેર્યા હતા. અનુષ્કાની જેમ તેઓ પણ વ્હાઈટ શૂઝ અને વ્હાઈટ માસ્કમાં નજર આવ્યા હતા. 

આ પણ વાંચો : અરેરાટીભર્યો કિસ્સો, સુરતમાં બાઈક પર આવેલા લુખ્ખાઓએ કાન ચીરીને વૃદ્ધાની બુટ્ટી ખેંચી 

ન દેખાઈ દીકરીની ઝલક
જોકે, આ સેલિબ્રિટી કપલને જોતા જ મોટી સંખ્યામાં ફોટોગ્રાફર્સ તેમની પાસે આવી ગયા હતા. તેમની દીકરીની તસવીર ક્લિક કરવા માટે આતુર જોવા મળ્યા હતા. પરંતુ કપલે પોતાની દીકરીની ઝલક કોઈને બતાવી ન હતી. જોકે, હજી પણ ચાહકોને બેબી વિરુષ્કાની એક ઝલક જોવા માટે લાંબી રાહ જોવી પડશે તેવુ લાગે છે.