મેલબર્ન: ભારતીય ક્રિકેટ ટિમ (Indian Cricket Team)એ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાતી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવી ચાર મેચની સિરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે. મેચના ચોથા દિવસે મંગળવારના મેજબાન ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સ 200 રન પર સમેટાઇ ગઇ અને ભારતને જીત માટે 70 રનનો ટાર્ગેટ મળ્યો હતો, ત્યારબાદ તેમણે 2 વિકેટ ગુમાવી 15.5 ઓવરમાં ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. ભારત માટે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમનાર શુભમન ગિલ 35 રન અને કેપ્ટન અજિંક્ય રહાણે 27 રન પર નોટઆઉટ પરત ફર્યા. ભારતે મયંક અગ્રવાલ (5) અને ચેતેશ્વર પુજારા (3)ની વિકેટ ગુમાવી. ગિલે 36 બોલમાં 7 ફોર લગાવી જ્યારે રહાણેએ 40 બોલમાં 3 ફોર મારી હતી. ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં ભારતને 8 વિકેટથી હરાવી સિરીઝમાં લીડ મેળવી હતી પરંતુ હવે ભારતે તે અંતરથી જીત મેળવી અને હિસાબ બરોબર કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- મેલબર્નમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત, સિરીઝ 1-1થી બરાબર


સિરાજ અને ગિલની રહાણેએ કરી પ્રશંસા
મેચ બાદ કેરિયર કેપ્ટન અજિંક્ય રહાણે (Ajinkya Rahane)એ મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) અને શુભમન ગિલ (Shubhman Gill)ની ખુબજ પ્રશંસા કરી છે. રહાણેએ કહ્યું, મને તમામ ખેલાડીઓ પર ગર્વ છે. વાસ્તવમાં તમામ ખેલાડીઓએ સારુ પ્રદર્શન કર્યું. હું જીતનો શ્રેય ડેબ્યૂટેન્ટ મોહમ્મદ સિરાજ અને શુભમન ગિલને આપવા માંગુ છું. એડિલેટ સ્ટેટમાં મળેલી હાર બાદ જે રીતે રમત તેમણે દેખાળી, તે પ્રશંસાને લાયક છે. ઉમેશ યાદવ ઇજાગ્રસ્ત થવાના કારણે બીજી ઇનિંગ્સમાં રમી શક્યો નહીં. એવામાં યોગ્ય દ્રષ્ટિકોણની સાથે રમવું જરૂરી હતું. પાંત બોલરની સાથે ઉતરવાની રણનીતિ સફળ રહી. જાડેજાએ આશા અનુસાર ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું. શુભમને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અમે આ જાણતા હતા, તેણે પોતાની રમતને એક નવી ઉંચાઈ આપી છે. તેણે જબર્દસ્ત આત્મસંયમ દેખાળ્યો છે.


રહાણેએ વધુમાં કહ્યું, વાત સિરાજની કરીએ તો તેણે દેખાડ્યું કે, તે અનુશાસનપૂર્ણ બોલિંગ કરી શકે છે. કોઈપણ ડેબ્યૂટેન્ટ માટે આ પ્રકારે અનુસાશનપૂર્ણ બોલિંગ કરવું ઘણું મુશ્કેલ હોય છે. મને લાગે છે કે, ફર્સ્ટ ક્લાસનો અનુભવ કામ આવ્યો છે.


આ પણ વાંચો:- વોર્નરે આ અંદાજમાં આપી કેપ્ટન કોહલીને શુભેચ્છા, તમે પણ થઈ જશો કન્ફ્યુઝ!


સિરાજ 7 વર્ષમાં પહેલી વખત 5 વિકેટ મેળવનાર ભારતીય ડેબ્યૂટેન્ટ
પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહેલા મોહમ્મદ સિરાજે બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની સામે પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે જ તે 7 વર્ષમાં પ્રથમ વખત 5 વિકેટ મેળવનાર ભારતીય ડેબ્યૂટેન્ટ બન્યો છે. આ મેચમાં શુભમન ગિલની સાથે ડેબ્યૂ કરનાર સિરાજે બંને ઇનિંગ્સમાં કુલ 36.3 ઓવર બોલિંગ કરી કુલ 5 વિકેટ ઝડપી હતી. તેમાં બંને ઇનિંગ્સમાં કેમરોન ગ્રીનની પણ વિકેટ સામેલ છે. આ ઉપરાંત સિરાજે પ્રથમ ઇનિંગ્સમાં માર્નસ લાબુશૈનની પણ વિકેટ લીધી હતી. બીજી ઇનિંગ્સમાં સિરાજે ગ્રીન ઉપરાંત ટ્રેવિડ હેડ નેથન લાયનની વિકેટ લીધી. સિરાજથી પહેલા 2013માં મોહમ્મદ શમીએ ભારત માટે તેના ડેબ્યૂ મેચમાં 5 વિકેટ ઝડપી હતી. શમીએ વેસ્ટઇન્ડીઝ સામે તેની પ્રથમ ટેસ્ટમાં 9 વિકેટ લીધી હતી. જાણવા જેવી વાત તો એ છે કે, સિરાજને આ મેચમાં મોહમ્મદ શમીના ઇજાગ્રસ્ત થવાના કારણે તક મળી. આ પહેલા રવિચંદ્રન અશ્વિને વર્ષ 2011માં ડેબ્યૂ કરતા દિલ્હીમાં વેસ્ટઇન્ડીઝની સામે 9 વિકેટ લીધી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube