ટેનિસની ઉભરતી પ્રતિભાઓને હવે અમદાવાદમાં મળશે આંતરરાષ્ટ્રીય સ્તરની તાલિમ
અમદાવાદ સેન્ટર મારફતે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ ટેનિસ કોચ અને ભૂતપૂર્વ પ્રોફેશનલ ટેનિસ ખેલાડી એલેકઝાન્ડર વાસ્કેનુ ભારતમાં પદાર્પણ થયું છે.
અમદાવાદઃ હવે અમદાવાદના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની ટેનિસની ટ્રેનિંગ લેવા માટે બહાર જવાની જરૂર નથી. આ માટે અલ્ટેબોલ એકેડમીએ પ્રસિદ્ધ ટેનિસ કોચ અને જર્મનીના ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાથે મળીને એક ટેનિસ યુનિવર્સિટીની સ્થાપના કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરની ટેનિસ એકેડમી અલ્ટેવોલે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ ટેનિસ કોચ અને જર્મનીના ભૂતપૂર્વ પ્રોફેશનલ ટેનિસ ખેલાડી એલેકઝાન્ડર વાસ્કે સાથે હાથ મિલાવીને અદ્યતન 'અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનિસ યુનિવર્સિટી'ની સ્થાપના કરી છે. જે માત્ર અમદાવાદ શહેરના જ નહિ પણ ભારતભરના ખેલાડીઓને અદ્યતન હાઈ પરફોર્મન્સ ટેનિસ કોચીંગ પૂરૂ પાડશે. 'અલ્ટેવોલ એલેકઝાન્ડર વાસ્કે ટેનિસ યુનિવર્સિટી'એ એલેકઝાન્ડર વાસ્કેનુ ભારત ખાતેનુ પ્રથમ કેન્દ્ર છે.
[[{"fid":"201145","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
આ અંગે માહિતી આપતા અલ્ટેબોલના પ્રમોટર ચિરાગ પટેલે જણાવ્યું કે, સંસ્થા સર્વોચ્ચ ગુણવત્તા ધરાવતા પરફોરમન્સ ટ્રેઈનિંગ અને ફીટનેસ ટ્રેઈનીંગ દુનિયાના કોઈ પણ સ્થળ કરતાં ઉત્તમ કિંમતે પૂરી પાડશે. અમે અમદાવાદમાં પ્રારંભમાં 15 ટેનિસ કોર્ટ સાથે અમારી એકેડેમીનો શરૂઆત કરી રહ્યા છીએ. આના ભાગ તરીકે ભારતના 16 પ્રસિદ્ધ કોચ 3 મહિના માટે જર્મની ગયા હતા અને તેમની કોચિંગની પદ્ધતિ અને ટ્રેઈનીંગનો પ્રોટોકોલ સમજવા માટે આકરી તાલિમ લીધી હતી. સાથે સાથે એલેકઝાન્ડર વાસ્કે અને તેમની ટેનિસ અને ફીટનેસના કોચની સિનિયર ટીમ યુરોપિયન સ્ટાન્ડર્ડનુ કોચિંગ જળવાઈ રહે તે માટે અમદાવાદ લોકેશનની અવારનવાર મુલાકાત લેતી રહેશે. અમદાવાદના હાલના પ્રસિદ્ધ કોચ જિગ્નેશ રાવલ અને શ્રીમલ ભટ્ટે તેમની તેમની એકેડેમીઝને એલેકઝાન્ડર વાસ્કે એકેડેમી સાથે ભેળવી દીધી છે અને હવે નવ સાહસ અલેટેવોલ- એલેકઝાન્ડર વાસ્કે ટેનિસ યુનિવર્સિટી તરીકે ઓળખાશે. જેમાં શરૂઆતના તબક્કે લગભઘ 150 વિદ્યાર્થીઓ તાલિમ લેશે.
[[{"fid":"201146","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
હાલમાં એલ્ટેવોલે ભારત અને એશિયામાં હાઈ પરફોર્મન્સ ટ્રેઈનીગ અને સ્પોર્ટસ ફીટનેસ ટ્રેઈનીંગ પૂરી પાડવા માટે વિશ્વ પ્રસિધ્ધ 'એલેકઝાન્ડર વાસ્કે ટેનિસ યુનિવર્સિટી', જર્મની સાથે જોડાણ કર્યું છે.