નવી દિલ્હીઃ ચાર્લ્સ કોનવેલ વિરુદ્ધ મેચમાં માથા પર ઈજા થયા બાદ અમેરિકાના બોક્સર પેટ્રિક ડેનું નિધન થઈ ગયું છે. 'ધ ગાર્જિયન' પ્રમાણે 27 વર્ષના ડેએ 12 ઓક્ટોબરે શિકાગોમાં થયેલા સુપર-વેલ્ટરવેટ બાઉટમાં 10મા રાઉન્ડમાં નોકઆઉટ થવું પડ્યું અને ત્યારબાદ કોમામાં જતો રહ્યો હતો. બુધવારે ડોક્ટરોએ તેના મોતની ખાતરી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેના પ્રમોટર લાઉ ડિબેલાએ એક નિવેદનમાં કહ્યું, 'તે કોઈનો પુત્ર, ભાઈ અને સારો મિત્ર હતો. પેટ જેને પણ મળ્યો તેના પર તેની સત્યતા તથા સકારાત્મકાએ ઉંડો પ્રભાવ પાડ્યો છે. પેટને બોક્સિંગ કરવાની જરૂર ન હતી. તે એક સારા પરિવારથી આવતો હતો અને શિક્ષિત તથા સંસ્કારી હતો, તેની પાસે જીવન ચલાવનાર અન્ય સાધન પણ હાજર હતા.'


બાઉટ બાદ ડેની બ્રેન સર્જરી પણ થઈ હતી, પરંતુ ડોક્ટરો તેને બચાવી શક્યા નથી. ડેના વિરોધી કોનવેલે કહ્યું, 'હું આ મુદ્દા પર છેલ્લીવાર બોલીશ કારણ કે મને ખ્યાલ છે કે આ કેટલો સંવેદનશીલ મામલો છે. હું ક્યારેય ઈચ્છતો નથી કે તમારી સાથે આમ થાય. હું મારા મગજમાં ઘણીવાર આ બાઉટને યાદ કરતા વિચારુ છું કે, તમારી સાથે આ કેમ થયું.'

સૌરવ ગાંગુલીનું નિવેદન, કહ્યું- આ બે વ્યક્તિ કરાવી શકે છે ભારત-પાક મેચ


કોનવેલે કહ્યું, 'મેં ઘણીવાર પ્રાર્થના કરી અને આંસૂ વહાવ્યા કારણ કે હું તે વિચારી પણ ન શકું કે તમારા પરિવાર અને મિત્રોને શું થઈ રહ્યું હશે. મેં બોક્સિંગ છોડવાનું વિચાર્યું, પરંતુ હું જાણું છું કે તમે એમ કરવા ઈચ્છશો નહીં. હું તમારા માટે વર્લ્ડ ટાઇટલ જીતીશ.'