વેસ્ટ ઇન્ડિઝને 318 રનથી હરાવ્યું, વર્લ્ડ ચેમ્પિયનશિપના ટોપ પર પહોંચ્યું ભારત
ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝમાં ટી 20 અને વન ડે સીરીઝ બાદ હવે ટેસ્ટ સીરીઝ (india vs West Indies)માં પણ પોતાનું શાનદાર પ્રદર્શન દેખાડ્યું છે. એટિગામાં થયેલી બે ટેસ્ટ મેચની સીરીઝમાં પહેલી મેચમાં ટીમ ઇન્ડિ.યાએ વેસ્ટઇન્ડિઝને ચોથા દિવસે જ 318 રનથી હરાવ્યું છે.
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝમાં ટી 20 અને વન ડે સીરીઝ બાદ હવે ટેસ્ટ સીરીઝ (india vs West Indies)માં પણ પોતાનું શાનદાર પ્રદર્શન દેખાડ્યું છે. એટિગામાં થયેલી બે ટેસ્ટ મેચની સીરીઝમાં પહેલી મેચમાં ટીમ ઇન્ડિ.યાએ વેસ્ટઇન્ડિઝને ચોથા દિવસે જ 318 રનથી હરાવ્યું છે. આ મેચની બીજી ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયા માટે અજિંક્ય રહાણે શાનદાર સેન્ચ્યુરી મારી હતી. ત્યારબાદ જસપ્રિત બુમરાહએ પાંચ અને ઇશાંત શર્માએ ચાર વિકેટ લઇ વેસ્ટઇન્ડિઝની ઇનિંગ્સ માત્ર 100 રન પર પુરી કરી ટીમ ઇન્ડિયાના નામ પર કરી હતી. મેચ બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ રહાણે અને જસપ્રીત બુમરાહની ખુબ જ પ્રંશસા કરી હતી.
આ પણ વાંચો:- INDvsWI Day 4: ભારતે ટી બ્રેક સુધીમાં લીધી 5 વિકેટ, વેસ્ટઇન્ડિઝ હાર તરફ
શું કહ્યું વિરાટ કોહલીએ
વિરાટે મેચ બાદ કહ્યું, ગત વખતે પણ અમારી અહીં પહેલી ટેસ્ટ ખુબજ સારી રહી હતી. આ વખતે અમારી મહેનત વધુ રહી. જિંક્સ (અજિંક્ય રહાણે) બંને ઇનિંગ્સમાં શાનદાર રમ્યો. અમારે મેચમાં ત્રણ ચાર વખત વાપસી કરવી પડી હતી. આ ટેસ્ટમાં અમારું ટેમ્પરામેન્ટ સારુ રહ્યું છે. ખેલાડીઓનો ભાર મેનેજ કરવો અમારા માટે ઘણુ મહત્વનું છે. એટલા માટે જ તે (બુમરાહ) વર્લ્ડ કપ પછી વ્હાઇટ બોલ ક્રિકેટ રમ્યો ન હતો. અમે ઇચ્છતા હતા કે તે આ ટેસ્ટ સીરીઝમાં ફ્રેસ થઇને મેદાન પર આવે તે અમારા માટે ટેસ્ટ ચેમ્પિયનશિપને લઇને ખાસ ખેલાડી છે. અમે જાણીએ છે કે, તે કેટલો સારો પ્લેયર્સ છે.
આ પણ વાંચો:- Ind vs WI: અંજ્કિય રહાણેએ વિન્ડીઝ સામે કર્યો કમાલ, ટેસ્ટમાં બે વર્ષ બાદ ફટકારી સદી
ટીમ પસંદગી અંગે નિવેદન
ભારતીય ફાસ્ટ બોલરો વિશે વાત કરતાં વિરાટે કહ્યું કે, ત્રણેય (બુમરાહ, ઇશાંત અને શમી) સારા બોલિંગ ગ્રુપ તરીકે બહાર આવ્યા છે. અમે અમારા બોલિંગ સંયોજનથી ખુશ છીએ. આ સંયોજન તેના આધાર પર છે કે કયો ખેલાડી એકથી વધારે સ્કિલ્સ દેખાડી શકે છે. આ બધુ ટીમ સિલેક્શન પર હમેશા અમે વિચાર રાખવામાં આવે છે. આ એક જવાબદારી છે જેને હું પુરી કરી રહ્યો છું. તે એક લહાવો છે કે હું ટીમમાં એકથી વધુ જવાબદારીઓ ફાળવવામાં સક્ષમ છું. ટીમ વગર કંઇ પણ સંભવ નથી. હું નિર્ણય લઉ છું પરંતુ તેને લાગુ કરવાનો હોય છે. અમારી પર દબાણ બનાવવામાં આવશે. અને અમે વધુ મજબૂત થવાની જરૂરીયાત છે. અમે ખ બીજાની સફળતાને એન્જોય કરી રહ્યાં છે અને તે મહત્વ છે. અમારે આ મેચમાં થયેલી ખામીઓને દૂર કરવા અને મજબૂત થવાની જરૂરિયાત છે.
આ પણ વાંચો:- લીડ્સ ટેસ્ટઃ સ્ટોક્સની અવિશ્વસનીય ઈનિંગ, ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 1 વિકેટે હરાવ્યું
રહાણેએ બનાવ્યા સૌથી વધારે રન
આ મેચમાં ટીએમ ઇન્ડિયાએ પહેલી ઇનિંગ્સમાં 297 રન બનાવ્યા અને ત્યારબાદ વેસ્ટઇન્ડિઝને 222 રન પર આઉટ કર્યા હતા. બીજી ઇનિંગ્સમાં ટીએમ ઇન્ડિયાએ 343 રન બનાવી વેસ્ટ ઇન્ડિઝને 419 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ વેસ્ટ ઇન્ડિઝની ટીમ માત્ર 100 રન પર જ ઓલઆઉટ થઇ 318 રનથી મેચ હારી ગઇ હતી. આ મેચમાં અંજિક્ય રહાણેએ પહેલી ઇનિંગ્સમાં 81 રન અને બીજી ઇનિંગ્સમાં 102 રન બનાવ્યા. આ મેચમાં સૌથી વધારે સ્કોર કરનાર બેસ્ટમેન રહ્યો છે. તેને મેન ઓફ ધ મેચ ખિતાબ આપવામાં આવ્યો.
જુઓ Live TV:-