લીડ્સ ટેસ્ટઃ સ્ટોક્સની અવિશ્વસનીય ઈનિંગ, ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 1 વિકેટે હરાવ્યું
ઈંગ્લેન્ડે હેડિંગ્લેના મેદાન પર રમાયેલી એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે રવિવારે ઓસ્ટ્રેલિયાને 1 વિકેટે પરાજય આપી સિરીઝ 1-1થી બરોબર કરી લીધી છે.
Trending Photos
લીડ્સઃ ઈંગ્લેન્ડે હેડિંગ્લે મેદાન પર રમાયેલી એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાને રોમાંચક અંદાજમાં એક વિકેટથી પરાજય આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 179 રન બનાવ્યા હતા અને પછી તેણે ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગમાં 67 રને ઓલઆઉટ કરીને 112 રનની લીડ મેળવી હતી.
ઓસ્ટ્રેલિયાએ ત્યારબાદ બીજી ઈનિંગમાં 246 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડની સામે જીત માટે 359 રનનો લક્ષ્ય રાખ્યો હતો. ઈંગ્લેન્ડે આ લક્ષ્યને 9 વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો. યજમાન ઈંગ્લેન્ડની જીતનો હીરો રહ્યો હેન સ્ટોક્સે. સ્ટોક્સે 219 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 135 રન ફટકાર્યા હતા. તેણે પોતાના વનડે કરિયરની 8મી સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડનો ટેસ્ટ ક્રિકેટમાં લક્ષ્યનો પીછો કરતા આ સૌથી મોટો વિજય છે.
ઈંગ્લેન્ડે એક સમયે 286 રન સુધી પોતાની 9 વિકેટ ગુમાવી દીધી હતી અને તેણે મેચ જીતવા માટે 73 રનની જરૂર હતી, જ્યારે એક વિકેટ બાકી હતી.
સ્ટોક્સે ત્યારબાદ અંતિમ વિકેટ માટે જૈક લીચની સાથે 73 રનની ભાગીદારી કરી અને ઓસ્ટ્રેલિયાના હાથમાં આવેલી બાજી છીનવી લીધી હતી.
91 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
આ જીતની સાથે ઈંગ્લેન્ડે 91 વર્ષ પહેલા બનાવેલ પોતાનો રેકોર્ડ પાછળ છોડી દીધો છે. 1928/29મા ઈંગ્લેન્ડે મેલબોર્નમાં 332 રનના લક્ષ્યનો પીછો કરતા 3 વિકેટથી જીત મેળવી હતી. સૌથી મોટા લક્ષ્યનો પીછો કરતા જીત (ઈંગ્લેન્ડ).....
359 vs ઓસ્ટ્રેલિયા, લીડ્સ 2019
332 vs ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન 1928/29
315 vs ઓસ્ટ્રેલિયા, લીડ્સ 2001
305 vs ન્યૂઝીલેન્ડ, ક્રાઇસ્ટચર્ચ 1996/97
આ જીત બાદ ઈંગ્લેન્ડે પાંચ મેચોની એશિઝ ટેસ્ટ સિરીઝમાં 1-1ની બરોબરી હાસિલ કરી લીધી છે. સિરીઝની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાએ 251 રને કબજે કરી હતી જ્યારે બીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે