INDvsWI Day 4: વેસ્ટ ઇન્ડિઝની ટીમ માત્ર 100 રન ઓલઆઉટ, ભારતે શાનદાર જીત મેળવી
ભારતે એટિગાના સર વિવિયન રિચર્ડસ સ્ટેડિયમમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથો દિવસ રવિવારના ટી બ્રેક સુધી 15 રનની અંદર જ વેસ્ટ ઇન્ડિઝની પાંચ વિકેટ પડી ગઇ અને તેઓ હારની નજીક પહોંચી ગયા છે
Trending Photos
નવી દિલ્હી: ભારતે એટિગા સર વિવિયન રિચર્ડસ સ્ટેડિયમમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથો દિવસ રવિવારના ટી બ્રેક સુધી 15 રનની અંદર જ વેસ્ટ ઇન્ડિઝની પાંચ વિકેટ પડી ગઇ અને તેઓ હારની નજીક પહોંચી ગયા છે. મેજબાન વેસ્ટઇન્ડિઝને હજી પણ મેચ જીતવા માટે 404 રન બનાવવાના છે જ્યારે તેમની પાંચ વિકેટ બચી છે. ટી બ્રેકના સમય રોસ્ટન ચેઝે ખાતુ ખોલાવ્યા વગર અણનમ પરત ફર્યો હતો. ડેરેન બ્રાવો (2)ના આઉટ થતા જ ટી બ્રેક જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, જસપ્રિત બુમરાહએ પાંચ અને ઇશાંત શર્માએ ચાર વિકેટ લઇ વેસ્ટઇન્ડિઝની ઇનિંગ્સ માત્ર 100 રન પર પુરી કરી ટીમ ઇન્ડિયાના નામ પર કરી હતી
ભારતથી મળેલા 419 રનના ટાર્ટેગનો પીછો કરવા ઉતરી મેજબાન વેસ્ટ ઇન્ડીઝે સાત વિકેટ પર ક્રેગ બ્રેથવેટ (1), જ્હોન કેમ્પવેલ (7), શામરા બ્રૂક્સ (2), શિમરોન હેટમેયર (1) ચાર વિકેટ ગુમાવી હતી. ભારતની તરફથી જસપ્રીત બુમરાહએ ત્રણ અને ઈશાંત શર્માએ અત્યાર સુધી બે વિકેટ ઝડપી છે.
આ પહેલા ભારતના ઉપકેપ્ટન અજિંક્ય રહાણે (102)ની સદી, હનુમા વિહારી (93) તથા કેપ્ટન વિરાટ કોહલી (51)ના અર્ધશતકોની મદદથી તેમની બીજી ઇનિંગ્સમાં 7 વિકેટ પર 343 રન બનાવી ઇનિંગ્સ જાહેર કરી હતી અને વેસ્ટઇન્ડિઝની સામે જીત માટે 419 રનનો ટાર્ગેટ મુક્યો હતો.
ભારતે પહેલી ઇનિંગ્સમાં 297 રનનો સ્કોર બનાવ્યો હતો અને તેની સામે વેસ્ટ ઇન્ડિઝ પહેલી ઇનિંગ્સમાં 222 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતે પહેલી ઇનિંગ્સમાં 75 રનની લીડ મેળવી હતી.
ભારતે તેમના દિવસનો સ્કોર ત્રણ વિકેટે 185 રનથી શરૂ કર્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી 51 અને ઉપ-કેપ્ટન રહાણેએ તેની ઇનિંગ્સ 53 રને લંબાવી.
ગઈકાલે ભારત તેના સ્કોરમાં બે રન ઉમેરવામાં સફળ રહ્યું હતું કે કોહલી આઉટ થયો હતો. ચેઝે તેને તેનો બીજો શિકાર બનાવ્યો. ગઈકાલે કોહલીએ તેના સ્કોરમાં એક રન પણ ઉમેર્યો ન હતો.
કોહલી આઉટ થયા પછી રહાણે અને વિહારીએ બપોરના ભોજન સુધી ભારતને આગળ કોઈ નુકસાન થવા દીધુ ન હતુ. લંચ સુધીમાં ભારતે ચાર વિકેટે 287 રન બનાવ્યા હતા અને 362 રનની લીડ હતી.
લંચ બાદ રહાણે તેની કારકિર્દીમાં 10 મી સદી ફટકારીને આઉટ થયો હતો. તેણે 242 બોલમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. રહાણેએ પહેલા કોહલી સાથે ચોથી વિકેટ માટે 106 રન અને ત્યારબાદ વિહારી સાથે પાંચમી વિકેટ માટે 135 રનની ભાગીદારી કરી હતી.
રહાણેના આઉટ થયા બાદ ઋષભ પંત (7) અને વિહારી પણ 343ના સ્કોર પર આઉટ થયા હતા. વિહારી આઉટ થયાની સાથે જ ભારતે ઇનિંગની ઘોષણા કરી દીધી હતી. વિહારીએ 128 બોલમાં 10 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી.
કોહલીએ 113 બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. તેમના સિવાય લોકેશ રાહુલે 38, ચેતેશ્વર પૂજારાએ 25, મયંક અગ્રવાલ 16 અને રવિન્દ્ર જાડેજાએ અણનમ એક રનનું યોગદાન આપ્યું હતું.
વેસ્ટ ઇન્ડીઝ તરફથી રોસ્ટન ચેઝે ચાર અને કેમર રોચ, શેનોન ગેબ્રિયલ અને કેપ્ટન જેસન હોલ્ડરે એક-એક વિકેટ લીધી હતી.
(ઇનપુટ: આઇએએનએસ)
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે