Asian Championships 2023: ભારતની ઓલિમ્પિયન તલવારબાજ ભવાની દેવીએ એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે ભવાની દેવી તલવારબાજીની એશિયન ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી સૌપ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ભવાની દેવીએ ક્વાર્ટર ફાઈનલમાં જાપાનની વર્લ્ડ ચેમ્પિયન મિસાકી ઈમુરાને ભારે સંઘર્ષ બાદ ૧૫-૧૦થી હરાવી હતી. જે પછી સેમિ ફાઈનલમાં પણ ભવાનીએ શાનદાર દેખાવ કરતાં ઉઝબેકિસ્તાનની ઝાયનાબ દાવીબેકોવાને જોરદાર લડત આપી હતી. જોકે ભારે રસાકસી બાદ ભવાનીનો ૧૪-૧૫થી પરાજય થયો હતો. આ પછી દાવીબેકોવાએ ફાઈનલમાં સાઉથ કોરિયાની યૂન જી-સુને ૧૫-૯થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ભવાનીને બ્રોન્ઝથી સંતોષ માનવો પડયો હતો.



ભવાની દેવીએ પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં ભારતનો પ્રથમ મેડલ સુનિશ્ચિત કર્યો છે. મિસાકી સામે ભવાનીની આ પ્રથમ જીત હતી. આ પહેલા તે જાપાની ખેલાડી સામે તેની તમામ મેચ હારી ગઈ હતી.  હવે ભવાનીની નજર તારીખ ૨૨મી ૩૦મી જુલાઈ દરમિયાન યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ પર રહેશે. 



આ પણ વાંચો:
CM ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, જાણો શું છે પહિંદ વિધિ અને ક્યારથી થઈ તેની શરૂઆત
ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતીમાં લીધો ભાગ, ભગવાન જગન્નાથ રથમાં થયા બિરાજમાન
આજે ભુલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ગયા તો સો ટકા ફસાયા સમજો, કારણ કે..

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube