Rathyatra 2023: ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતીમાં લીધો ભાગ, ભગવાન જગન્નાથ રથમાં થયા બિરાજમાન
વહેલી સવારે ભગવાનની આંખેથી પાટા ખોલવાની વિધિ શરૂ કરવામાં આવી હતી. હાલ ત્રણેય ભાઈ બહેન ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને રથમાં બેસાડવામાં આવ્યા છે. ભક્તોની ભારી ભીડ ઉમટી પડી છે. સવારે ભગવાન જગન્નાથને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો.
અમદાવાદ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માટે તૈયાર છે. આજે સવારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મંગળા આરતીમાં ભાગ લીધો. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે અમદાવાદ પોલીસે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરી છે. યાત્રાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખતા સુરક્ષા માટે 3ડી મેપિંગ તકનીક અને ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. આ અગાઉ વહેલી સવારે ભગવાનની આંખેથી પાટા ખોલવાની વિધિ શરૂ કરવામાં આવી હતી. હાલ ત્રણેય ભાઈ બહેન ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને રથમાં બેસાડવામાં આવ્યા છે. ભક્તોની ભારી ભીડ ઉમટી પડી છે. સવારે ભગવાન જગન્નાથને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો.
કલકત્તી વર્કના વાધા ભગવાને ધારણ કર્યા
આજે જગતના નાથે કલકતી વર્કના વાઘા ધારણ કર્યાં છે. રેશમ વર્ક અને કલકતી સિલ્કના વાઘામાં ભગવાન સોહામણા લાગી રહ્યાં છે. તો ભગવાનની પાઘમાં સ્પેશિયલ વર્ક કરવામાં આવ્યું છે. જગન્નાથ મંદિરમાં સવારે 4 કલાકે મંગળા આરતી થઈ હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીના પરિવારે પણ આરતીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુકેશ પટેલ હાજર રહ્યા હતા.
Trending Photos