જકાર્તા: ભારતીય નિશાનેબાજ અપૂર્વી ચંદેલા અને રવિ કુમારે 18માં એશિયન ગેમ્સમાં પ્રથમ મેડલ હાંસલ કર્યો છે. બન્ને ખેલાડીઓએ રવિવારે શુંટિંગની 10 મીટર એર રાઈફલના મિક્સ ટીમની સ્પર્ધામાં બ્રોન્સ મેડલ તેમના નામે કર્યો છે. આ પહેલા મનુ ભાકર અને અભિષેક વર્માની જોડીએ 10 મીટર એર રાઈફલના મિક્સ ટીમની સ્પર્ધામાં ભાગ લીધો પરંતુ ફાઈનલમાં ક્વોલિફાય થઇ શક્યા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"179673","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


તાઇવાન અને ચીનની જાડીથી પાછળ રહ્યાં ભારતીય શૂટર
અપૂર્વી અને રવિની જોડીએ 10 મીટર એયર રાઇફલ મિક્સ ટીમની ફાઇનલમાં તાઇવાન અને ચીનની જોડીઓથી પાછળ રહી છે. તાઇવાનની જોડીએ 494.1 અંક સાથે ગોલ્ડ જીત્યા. જ્યારે ચીને 492.5 અંક સાથે સિલ્વર મેડલ તેમના નામે કર્યો છે. ભારતીય જોડીએ 429.9 અંક સાથે ત્રીજા નંબર આવી છે. આ રીતે તેમણે બ્રોન્ઝ મેડલ મળ્યો છે.



ટોપ પર રહેતું કોરીયા ચોથા સ્થાને ફેંકાયુ
ભારતીય ટીમને આ સ્પર્ધામાં ક્વોલિફિકેશન રાઉન્ડમાં બીજું સ્થાન હાંસલ કર્યું હતું. તેમાં તેઓએ 835.3 અંક પ્રાપ્ત કર્યા હતા. ફાઇનલમાં ટોપ-5 ટીમોને ફાઇનલમાં ક્વોલિફાય કર્યા. ક્વોલિફિકેશન રાઉન્ડમાં પ્રથમ નંબર પર રહેતું દક્ષિણ કોરિયા (836.7) ચોથા નંબર પર આવી ગયું છે.