નવી દિલ્હીઃ ભારતીય મહિલા સ્ટાર સ્પ્રિન્ટર હિમા દાસ (Hima Das) અસમ પોલીસમાં ડેપ્યુટી સુપ્રિડેન્ટ (DSP) પર પર તૈનાત થશે. અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેની જાણકારી મુખ્યમંત્રીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી છે. કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજિજૂ (Kiran Rijiju) એ પણ હિમા દાસ  (Hima Das) ને શુભેચ્છા આપીછે. રિજિજૂએ ટ્વીટ કરી હિ માને શુભેચ્છા આપવાની સાથે સોનવાલનો આભાર વ્યક્ત કર્યો છે. 


આ પણ વાંચોઃ તો Virat Kohli છોડી દેશે ટીમ ઈન્ડિયાની કમાન, મોંટી પાનેસરે કર્યો દાવો  


કેબિનેટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ક્લાસ-1 અને ક્લાસ-2મા ખેલાડીઓની નિમણૂક માટે એકીકૃત ખેલ નીતિમાં સંશોધન કર્યુ છે. ઓલિમ્પિક, એશિયન ગેમ્સ (Asian Games) અને કોમનવેલ્થ ગેમ્સ  (Commonwealth Games) મેડલ વિજેતાઓને ક્લાસ 1 શ્રેણીમાં નિયુક્ત કરવામાં આવશે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube