બ્રિસ્બેનઃ ઓસ્ટ્રેલિયા ઈલેવને સ્ટીવ સ્મિથના અણનમ 91 અને ગ્લેન મેક્સવેલના 70 રનોની મદદથી વિશ્વ કપની તૈયારીઓ માટે આયોજીત પ્રેક્ટિસ મેચમાં ન્યૂઝીલેન્ડ ઈલેવનને ડકવર્થ લુઈસ નિયમથી 5 વિકેટે પરાજય આપ્યો હતો. શુક્રવારે બ્રિસ્બેનમાં વિલ યંગની સતત બીજી સદીની મદદથી ન્યૂઝીલેન્ડ ઇલેવને 50 ઓવરમાં 9 વિકેટ પર 286 રન બનાવ્યા હતા. પરંતુ ખરાબ પ્રકાશને કારણે મેચ રોકાયો તે પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ 44 ઓવરોમાં 5 વિકેટ પર 248 રન બનાવી ચુકી હતી અને ડકવર્ષ લુઈસ નિયમ પ્રમાણે જીત માટે 44 ઓવરોમાં 233 રન બનાવવાના હતા. ત્રણ મેચોની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ 2-1થી વિજય હાસિલ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલ ટેમ્પરિંગ પ્રકરણને કારણે લાગેલા એક વર્ષના પ્રતિબંધ બાદ વાપસી કરનાર પૂર્વ કેપ્ટન સ્મિથે સતત બીજી અડધી સદી ફટકારી, તેણે બીજા મેચમાં પણ અણનમ 89 રન બનાવ્યા હતા. સ્મિથની જેમ મેક્સવેલ પણ સારા ફોર્મમાં છે, જેણે 48 બોલ પર 70 રન ફટકાર્યા, જેણે બુધવારે પણ આક્રમક અડધી સદી ફટકારી હતી. 


ઈંગ્લેન્ડની ફેન્સ ક્બલે વોર્નરની ઉડાવી મજાક, તેની તસ્વીર પર 'ચીટ્સ' લખ્યું


એક જૂને બ્રિસ્ટલમાં અફગાનિસ્તાન વિરુદ્ધ પોતાનું વિશ્વ કપ અભિયાન શરૂ કરતા પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વિરુદ્ધ સાઉથમ્પટનમાં બે પ્રેક્ટિસ મેચ રમશે.