પર્થઃ માર્કસ સ્ટોયનિસની તોફાની અડધી સદીની મદદથી ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ મંગળવારે પર્થ સ્ટેડિયમમાં રમાયેલી આઈસીસી ટી20 વિશ્વકપ 2022ના પોતાના બીજા મુકાબલામાં શ્રીલંકાને 7 વિકેટે પરાજય આપ્યો છે. સ્ટોયનિસે 17 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ ટી20 આંતરરાષ્ટ્રીયમાં કોઈપણ ઓસ્ટ્રેલિયન બેટરની સૌથી ઝડપી અડધી સદી છે. ટી20 વિશ્વકપમાં આ બીજી ઝડપી ફિફ્ટી છે. પ્રથમ નંબર પર યુવરાજ સિંહ છે, જેણે 12 બોલમાં અડધી સદી ફટકારી હતી. સ્ટોયનિસે 18 બોલમાં 4 ફોર અને 6 છગ્ગાની મદદથી અણનમ 59 રન ફટકાર્યા હતા. યજમાન ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતા શ્રીલંકાને 20 ઓવરમાં 6 વિકેટે 157 રન પર રોકી લીધુ અને પછી 16.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટોયનિસ સિવાય ગ્લેન મેક્સવેલે 12 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે 23 રન ફટકાર્યા હતા. તો કેપ્ટન આરોન ફિન્ચે 42 બોલમાં અણનમ 31 રન અને મિચેલ માર્શે 17 રન બનાવ્યા હતા. ઓપનર ડેવિડ વોર્નર 11 રન બનાવી આઉટ થયો હતો. 


આ પણ વાંચોઃ T20 World Cup માં ટીમ ઈન્ડિયાની સૌથી મોટી નબળાઈ બની ગયો આ ખેલાડી, મહત્વના સમયે ફેલ


શ્રીલંકાના મુખ્ય બોલર વાનિંદુ હસરંગા આજે મેક્સવેલ અને પછી સ્ટોયનિસનો શિકાર બન્યો હતો. હસરંગાએ પોતાના કરિયરનો સૌથી મોંઘો સ્પેલ ફેંક્યો હતો. તેણે 3 ઓવરમાં વિકેટ લીધા વગર 53 રન આપી દીધા હતા. ધનંજય ડિ સિલ્વા, મહેશ તીક્ષણા અને ચમિકા કરૂણારત્નેને એક-એક સફળતા મળી હતી. 


પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકા માટે નિશંકાએ સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. આ સિવાય અસલંકાએ 25 બોલમાં અણનમ 38 રન ફટકાર્યા હતા. ધનંજય ડિ સિલ્વાએ 26 રનનું યોગદાન આપ્યું હતું. કુસલ મેન્ડિસ માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન સનાકા 3 અને હસરંગા 1 રન બનાવી આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડ, મેક્સવેલ, અગર, સ્ટાર્ક અને કમિન્સે એક-એક વિકેટ ઝડપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube