T20 World Cup માં ટીમ ઈન્ડિયાની સૌથી મોટી નબળાઈ બની ગયો આ ખેલાડી, મહત્વના સમયે ફેલ
Team India: ટીમ ઈન્ડિયા માટે ટી20 વિશ્વકપમાં એક બેટરનું ફોર્મ ચિંતાનો વિષય છે. તે મહત્વના સમયે ફેલ થાય છે. ફરિયાદ છે કે આ બેટર ટી20 વિશ્વકપ જેવી મોટી ટૂર્નામેન્ટ્સમાં બેટથી યોગદાન આપી રહ્યો નથી.
Trending Photos
નવી દિલ્હીઃ T20 World Cup: ટી20 વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી તેના માટે સૌથી મોટી નબળાઈ બની ગયો છે. મહત્વના સમયે આ ખેલાડીની પોલ ખુલી ગઈ છે. ઓપનિંગ બેટર કેએલ રાહુલને લઈને સૌથી મોટી ફરિયાદ છે કે તે ટી20 વિશ્વકપ જેવી મોટી ટૂર્નામેન્ટ્સમાં બેટથી યોગદાન આપી રહ્યો નથી. કેએલ રાહુલ પાકિસ્તાન સામે રવિવારે રમાયેલી મેચમાં 4 રન બનાવી નસીમ શાહના બોલ પર બોલ્ડ થઈ ગયો હતો.
ટીમ ઈન્ડિયાની સૌથી મોટી નબળાઈ બની ગયો છે આ ખેલાડી
નેધરલેન્ડ વિરુદ્ધ 27 ઓક્ટોબરે સિડનીમાં રમાનાર ટી20 વિશ્વકપની મેચ પહેલા ભારતીય ટીમનો બેટર કેએલ રાહુલ નેટ પર પરસેવો પાડી રહ્યો છે અને ફાસ્ટ બોલર વિરુદ્ધ પોતાના ફુટવર્કની કમી દૂર કરવા પર ભાર આપી રહ્યો છે. પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન કરનાર હાર્દિક પંડ્યાને અભ્યાસ સત્રમાં આરામ આપવામાં આવ્યો હતો.
દીપક હુડ્ડાને અજમાવવાનો વિકલ્પ
ભારતીય ટીમે નેધરલેન્ડ વિરુદ્ધ આ મેચ ગુરૂવાર 27 ઓક્ટોબરે રમવાની છે. ટીમ ઈચ્છે તો હાર્દિક પંડ્યાને મહત્વની મેચ પહેલા આરામ આપી શકે છે. હાર્દિક પંડ્યાની જગ્યાએ દીપક હુડ્ડાને અજમાવવાનો વિકલ્પ છે, જે ગમે તે ક્રમે બેટિંગ કરવા સિવાય પાવરપ્લેમાં ઓફ સ્પિન બોલિંગ પણ કરી શકે છે.
લાંબા સમય સુધી બેટિંગ પણ કરી હતી
આ નેટ સત્રમાં આર અશ્વિનને છોડીને પાકિસ્તાન વિરુદ્ધ રમનાર દરેક બોલરને આરામ આપવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામે 4 ઓવર બોલિંગ કર્યાં બાદ લાંબા સમય સુધી બેટિંગ પણ કરી હતી. ઓસ્ટ્રેલિયામાં મેદાન ખુબ મોટા છે એટલે બેટરોએ દોડીને વધુ રન બનાવવા પડે છે.
મહત્નવના સમયે ખુલી પોલ
ભારતે રોમાંચક મુકાબલામાં ભલે પાકિસ્તાનને હરાવી દીધુ હોય પરંતુ સિડની ક્રિકેટ મેદાન પર નેટ સત્રના બે કલાકમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક, રિષભ પંત, દીપક હુડ્ડાએ પરસેવો પાડ્યો હતો. પાકિસ્તાન વિરુદ્ધ છેલ્લી ચારમાંથી ત્રણ મેચમાં તે રન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. આફ્રિકા સામે ટી20 સિરીઝમાં પણ રાહુલ દબાવમાં જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે