IND vs AUS: પ્રથમ ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, ડેવિડ વોર્નર બહાર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 ડિસેમ્બરથી એડિલેડમાં ડે-નાઇટ ટેસ્ટ રમાશે. આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને એક મોટો ઝટકો લાગ્યો છે.
સિડનીઃ ભારત વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર ભારત વિરુદ્ધ 17 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી એડિલેડ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે આ જાણકારી આપી છે. હવે ડેવિડ વોર્નરની નજર બોક્સિંગ ડે ટેસ્ટથી વાપસી કરવા પર છે.
વોર્નરને ભારત વિરુદ્ધ સિરીઝની બીજી વનડે મેચ દરમિયાન ઈજા થઈ હતી. તેણે તે મેચમાં 83 રન બનાવ્યા હતા. ફીલ્ડિંગ દરમિયાન ઈજા થતાં તેણે મમેદાન છોડી બહાર જવું પડ્યું હતું.
વોર્નરે એક નિવેદનમાં કહ્યુ, મને લાગે છે કે ઓછા સમયમાં હું વધુ રિકવર થયો છો, મને લાગે છે કે મારા માટે તે સારૂ થશે કે હું અહીં સિડનીમાં રહીને સંપૂર્ણ ફિટનેસ હાસિલ કરવાનો પ્રયાસ કરુ.
તેણે કહ્યુ, 'ઈજામાંથી રિકવરી થી રહી છે પરંતુ મારે પોતાને અને ટીમના સાથીઓને તે સમજાવવા પડશે કે ટેસ્ટ મેચ માટે 100 ટકા ફિટ છું.'
આ પણ વાંચોઃ ક્રિકેટર પાર્થિવ પટેલે અચાનક નિવૃત્તિ જાહેર કરીને ક્રિકેટપ્રેમીઓને ચોંકાવી દીધા
હાલ તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે વોર્નરનું સ્થાન કોણ લેશે પરંતુ કેમરન ગ્રીને હાલમાં ઓસ્ટ્રેલિયા એ માટે રમતા ભારત એ વિરુદ્ધ સદી ફટકારી હતી. ભારત તરફથી આ ટીમમાં મજબૂત બોલિંગ આક્રમણ ઉતારવામાં આવ્યુ હતુ.
તો આ સિવાય યુવા વિલ પુકોવસ્કી અને અનુભવી જો બર્ન્સ જે ટોપ ઓર્ડરમાં સ્થાનના દાવેદાર છે, બંન્ને કોઈ પ્રભાવ છોડવામાં નિષ્ફળ રહ્યા હતા. આ સિવાય પુકોવસ્કીને હેલમેટ પર બોલ લાગ્યા બાદ મેદાનમાંથી બહાર જવુ પડ્યુ હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube