ક્રિકેટર પાર્થિવ પટેલે નિવૃત્તિ જાહેર કરી, ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

ક્રિક્ટેર પાર્થિવ પટેલે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા છે. 18 વર્ષની કારકિર્દી બાદ પાર્થિવે અચાનક જ નિવૃત્તિની જાહેરાત કરી.

ક્રિકેટર પાર્થિવ પટેલે નિવૃત્તિ જાહેર કરી, ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

નવી દિલ્હી: ક્રિક્ટેર પાર્થિવ પટેલે(Parthiv Patel) ક્રિકેટ (Cricket) ના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા છે. 18 વર્ષની કારકિર્દી બાદ પાર્થિવે અચાનક જ નિવૃત્તિની જાહેરાત કરી.

35 વર્ષના પાર્થિવ પટેલે 25 ટેસ્ટ, 38 વનડે અને 2 જેટલી ટી-20 મેચો ટીમ ઈન્ડિયા માટે રમી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં તે ગુજરાત માટે 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે. પાર્થિવે નિવૃત્તિની જાહેરાત ટ્વિટરના માધ્યમથી કરી. 

— parthiv patel (@parthiv9) December 9, 2020

પાર્થિવ પટેલને ભારતીય ટીમ વતી રમવાની પહેલી તક 2002માં મળી હતી. તે વખતે તેણે સૌથી નાની વયના વિકેટકિપરનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. પાર્થિવે જ્યારે ભારતીય ટીમમાં ડેબ્યુ કર્યું ત્યારે તે વખતે ફક્ત 17 વર્ષ અને 153 દિવસની ઉંમરનો હતો. રણજી ટ્રોફીમાં તેણે નવેમ્બર 2004માં ડેબ્યુ કર્યું હતું. 

17 વર્ષની ઉંમરે ટેસ્ટ કારકિર્દીમાં ડેબ્યુ કરનારા પાર્થિવ પટેલે પોતાની કરિયરમાં 31.13ની સરેરાશથી 934 રન કર્યા. જેમાં 6 અડધી સદી સામેલ છે. તેણે 62 જેટલા કેચ કર્યા અને 10 સ્ટમ્પ આઉટ કર્યા. 

પાર્થિવે પોતાની વનડે કરિયરમાં 23.74ની સરેરાશથી 4 અડધી સદીની મદદથી 736 રન કર્યા. તેણે 30 કેચ કર્યા અને 9 સ્ટમ્પ આઉટ પણ કર્યા. આઈપીએલ 2020માં તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ તરફથી એક પણ મેચ રમવાની તક મળી નહતી. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news