AUSvsIND T20: બ્રિસ્બેન ટી-20માં ભારતનો 4 રને પરાજય, ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં 1-0થી આગળ
બ્રિસ્બેનમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
બ્રિસબેન: ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે ત્રણ મેચોની ટી-20 શ્રેણીનો પ્રથમ મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ચાર રને હરાવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. જીતવા માટે મળેલા 174 રનના લક્ષ્ય સામે ભારતીય ટીમ 169 રન બનાવી શકી હતી. વરસાદને કારણે મેચ 17-17 ઓવરની કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 17 ઓવરમાં 158 રન બનાવ્યા અને ભારતને ડકવર્થ લુઇસના નિયમ પ્રમાણે જીતવા માટે 174 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ 17 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 169 રન બનાવી શકી હતી. અંતિમ ઓવરમાં ભારતને જીતવા માટે 13 રનની જરૂર હતી. પરંતુ માર્કસ સ્ટોઇનિસની ઓવરમાં ભારતની ટીમ માત્ર 8 રન બનાવી શકી અને બે વિકેટ ગુમાવી હતી.
બિલી સ્ટાનલેકના બોલ પર શિખર ધવન જેસન બેહેરનડોર્ફના હાથે કેચ આઉટ થઇ ગયો. જ્યારે તે પહેલા વિરાટ કોહલી 8 બોલમાં 4 રન બનાવી એડમ જામ્પાના બોલ પર વિરાટ કોહલી ક્રિસ લિનના હાથે કેચ આઉટ થયો. આ પહેલા કેએલ રાહલુને એડમ જમ્પાએ સ્ટંપ આઉટ કરાવ્યો હતો. કેએલ રાહુલ 12 બોલ પર 13 રન બનાવીને આઉટ થયો હતો.
શિખર ધવને તોફાની બેટિંગ કરતા તેના ટી-20 કરિયરમાં 9મી ફિફ્ટી પુર કરી હતી. મેચની 8મી ઓવરમાં ધવને બેહરેનડોર્ફના બોલ પર સિક્સ મારી તેની ફિફ્ટી પૂરી કરી હતી. ધવને આ ઓવરમાં કુલ 17 રન બનાવ્યા હતા. પાંચમી ઓવરના પહેલા બોલ પર રોહિત શર્મા જેસન બેહરેનડોર્ફના બોલ પર કેપ્તાન એરોન ફિંચના હાથમાં કેચ આપી આઉટ થઇ ગયો હતો. રોહિતે 8 બોલમાં માત્ર 7 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ત્યાં સુધીમાં રોહિતની સાથે શિખર ધવને ટીમ ઇન્ડિયાનો સ્કોર 35 રન બનાવી દીધો હતો.
શિખર ધવેને આવતાની સાથે જ ઝડપી બેટિંગ કરવાની શરૂઆત કરી અને ટીમ ઇન્ડિયાની મજબુત શરૂઆત કરાવી હતી. શિખરે પહેલી ત્રણ ઓવરમાં 14 બોલમાં 4 ફોરની મદદતી 22 રન બનાવ્યા અને ટિમ ઇન્ડિયાનો સ્કોર 27 રન કરી દીધો હતો. ત્યારે બીજી બાજુએ રોહિત 4 બોલ પર 4 રન બનાવી તેની બેટિંગ ધીરે ધીરે આગળ વધારતા જોવા મળી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ 158 રન બનાવ્યા અને ભારતને મળ્યો 174 રનનો ટાર્ગેટ
બ્રિસ્બેન ટી20 મેચ વરસાદને કારણે 17-17 ઓવરનો કરી દેવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે 17 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા અને ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે ભારતને જીતવા માટે 174 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 16.1 ઓવરમાં વરસાદ આવ્યો અને થોડા સમય પછી મેચ ફરી શરૂ થયો હતો, પરંતુ અમ્પાયરોએ તેને 20 ઓવરની જગ્યાએ 17 ઓવરનો કરી દીધો હતો.
ઓસ્ટ્રેલિયા માટે ગ્લેન મેક્સવેલે સૌથી વધુ 46 રન બનાવ્યા. ગ્લેન મેક્સવેલે 24 બોલમાં ચાર સિક્સની મદદથી 46 રન બનાવ્યા હતા. માર્કસ સ્ટોઇનિસ 33 રન બનાવી અણનમ રહ્યો હતો. સ્ટોઇનિસે 19 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સ ફટકારી હતી. આ સિવાય કેપ્ટન ફિન્ચે 27 અને ક્રિસ લિને 37 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે કુલદીપ યાદવે બે વિકેટ ઝડપી હતી. આ સિવાય જસપ્રીત બુમરાહ અને ખલીલ અહમદને એક-એક સફળતા મળી હતી.
ઓસ્ટ્રેલિયાની ઈનિંગ
ઓસ્ટ્રેલિયાની શરૂઆત ધીમી રહી અને ચોથી ઓવરના પ્રથમ બોલ પર કોહલીએ ફિન્ચનો કેચ છોડ્યો હતો. તે સમયે ફિન્ચ 6 રને રમી રહ્યો હતો.
ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ 24 રનના કુલ સ્કોર પર પડી હતી. ખલીલ અહમદે ડાર્સી શોર્ટને આઉટ કર્યો હતો. તેણે 7 રન બનાવ્યા હતા. ત્યારબાદ કુલદીપે ફિન્ચને 27 રને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.
ત્યારબાદ મેચની 11મી ઓવરમાં કુલદીપે ક્રિસ લિનને પણ આઉટ કર્યો હતો. તેણે 20 બોલમાં 37 રન બનાવ્યા હતા. લિને તેની ઈનિંગમાં ચાર સિક્સ અને એક ફોર લગાવી હતી. વરસાદ રોકાયા બાદ મેચ ફરી શરૂ થઈ ત્યારે બુમરાહે મેક્સવેલને આઉટ કર્યો હતો.
બંને દેશની ટીમો
ભારત: વિરાટ કોહલી (કેપ્તાન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, ઋષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક, ક્રૂણાલ પાંડ્યા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ
ઓસ્ટ્રેલિયા: એરોન ફિંચ (કેપ્તાન), એશ્ટન એગર, જેસન બેહેરનડોર્ફ, એલેક્સ કૈરી, ક્રિસ લીન, બેન મેક્ડોરમેટ, ગ્લેન મેક્સવેલ, ડાર્સી શોર્ટ, બિલી સ્ટાનલેક, માર્કસ સ્ટોઇનિસ, એન્ડ્ર્યૂ ટાઇ, એડમ જામ્પા.