નવી દિલ્લીઃ ઇન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021) ને કોરોના સંક્રમણ (Corona virus) ને લઇને 29 મેચ બાદ સ્થગીત કરી દેવી પડી હતી. જેને લઇને વિદેશી ખેલાડીઓને પરત સ્વદેશ ફરવાને લઇને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.  એ જ કારણ છેકે, સંખ્યાબંધ ખેલાડીઓ અને તેમની સાથેનો સપોર્ટ સ્ટાફ સૌ કોઈએ અજાણ્યા ટાપુ પર જઈને રહેવું પડ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાઓના માથેથી હવે ઓછો થશે ભાર, નહીં ઉંચકવા પડે પાણીના બેડાં, પાણીની રઝળપાટમાં મોટી રાહત આપશે આ સાધન

ઇન્ડીયન પ્રિમિયર લીગ 2021 (IPL 2021) ને કોરોના સંક્રમણ (Corona virus) ને લઇને 29 મેચ બાદ સ્થગિત કરી દેવી પડી હતી. જેને લઇને વિદેશી ખેલાડીઓને પરત સ્વદેશ ફરવાને લઇને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને ઓસ્ટ્રેલીયાની સરકારે (Australian Government) ભારતથી આવતા પ્રવાસીઓ માટે આકરા નિયમો અને બોર્ડર સીલ કરવાને લઇ ઓસ્ટ્રેલીયન ક્રિકેટરો (Australian cricketers) ની મુશ્કેલી વધી ગઇ હતી. જોકે ભારતથી માલદિવ (Maldives) પહોંચી રોકાયેલા ઓસ્ટ્રેલીયન ક્રિકેટરો રવિવારે હવે સ્વદેશ પરત પહોંચી જશે.


આ 5 ભારતીય ખેલાડીઓ પર લટકતી તલવાર, ઇંગ્લેન્ડ ટુરમાં ન રમ્યા તો ટેસ્ટ કરિયર ખતમ!


પ્રતિબંધોને લઇને આઇપીએલનો હિસ્સો રહેલા ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, કોમેન્ટેટર માઇકલ સ્લેટર સહિતના ખેલાડીઓ માલદિવમાં રોકાઇને દિવસો પસાર કરી રહ્યા હતા. આ ક્રિકેટરો માલદિવ થી જ ઓસ્ટ્રેલીયા પહોંચશે. આઇપીએલનો હિસ્સો રહેલા 35 ઓસ્ટ્રેલીયન મેમ્બરો પોતાના દેશ પરત પહોંચશે, જ્યાં તેમને વીઆઇપીએ ટ્રીટમેન્ટ પુરી પાડવામાં આવશે.


Sri Lanka પ્રવાસમાં ડેબ્યુ કરી શકે છે આ પાંચ સિતારા, IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં મચાવી ચૂક્યા છે ધૂમ

મીડિયા રિપોર્ટસ મુજબ રિપોર્ટ નુ મુજબ, ખેલાડી, સપોર્ટ સ્ટાફ અને બ્રોડકાસ્ટીંગ ટીના સદસ્યો જ્યારે સ્વદેશ પહોંચશે ત્યારે તેમને વીઆઇપી ટ્રીટમેન્ટ અપાશે. માલદિવ થી ઓસ્ટ્રેલીયા પહોંચનાર તમામ સભ્યોને સિડનીની હોટલમાં 14 દિવસ માટે ક્વોરન્ટાઇન રહેશે. તો ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓના હવાઇ પ્રવાસનો ખર્ચ બીસીસીઆઇ ઉઠાવશે. ઓસ્ટ્રેલીયાનો આ સમુહ રવિવારે સિડનીની ત્રણ હોટલોમાં ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવશે.


PHOTOS: દુનિયાની સૌથી સુંદર અને સેક્સી એથલીટ Alica Schmidt, તસવીરો ઈંટરનેટ પર મચાવી રહી છે ધૂમ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube