અમદાવાદઃ Axar Patel new world record in test cricket, Ind vs Eng: ભારતીય ટીમના સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યુ અને આ તેના માટે ડ્રીમ ડેબ્યૂ સાબિત થયું છે. આ ટેસ્ટ સિરીઝમાં તેણે પોતાની સ્પિનનો જાદૂ દેખાડ્યો અને ઈંગ્લેન્ડના બેટ્સમેનો તેના સામે બેકફુટ પર આવી ગયા હતા. અક્ષર પટેલે આ ટેસ્ટ સિરીઝમાં ચાર વખત એક ઈનિંગમાં પાંચ વિકેટે લેવાનો કમાલ કર્યો આ સાથે તેણે પોતાની પર્દાપણ સિરીઝમાં ટેસ્ટ ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અક્ષર પટેલે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
અક્ષર પટેલે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાર મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચ દ્વારા પોતાનું પર્દાપણ કર્યુ હતું. ત્યારબાદ તેણે ટેસ્ટ સિરીઝમાં કુલ 27 વિકેટ ઝડપી અને વિકેટ લેવાના મામલામાં તે ભારત તરફથી બીજા ક્રમે રહ્યો. આ મામલામાં અશ્વિન પ્રથમ નંબર પર છે અને તેણે કુલ 32 વિકેટ ઝડપી છે. અક્ષર પટેલે આ સિરીઝમાં 27 વિકેટ ઝડપી અને પર્દાપણ ટેસ્ટ સિરીઝ (ઓછામાં ઓછી ત્રણ મેચોની સિરીઝ) માં સૌથી વધુ વિકેટ ઝડપનાર દુનિયાનો પ્રથમ બોલર બની ગયો છે. અક્ષર પટેલ પહેલા ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અજંતા મેન્ડિસના નામે હતો, જેણે વર્ષ 2008મા ભારત વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં 26 વિકેટ લીધી હતી. 


આ પણ વાંચોઃ INDvsENG: સ્પિનરો સામે ઈંગ્લેન્ડ ફેલ, ભારતનો ઈનિંગ અને 25 રને વિજય, શ્રેણી 3-1થી કરી કબજે  


પર્દાપણ ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર (ઓછામાં ઓછી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ)


27 વિકેટ, ઇંગ્લેન્ડ સામે અક્ષર પટેલ - 2020/21


26 વિકેટ, અજંતા મેન્ડિસ ભારત સામે - 2008


24 વિકેટ, એલેક બેડસરે ભારત સામે - 1946


22 વિકેટ, આર અશ્વિન વિ વેસ્ટ ઈન્ડિઝ - 2011/12


20 વિકેટ, સ્ટુઅર્ટ ક્લાર્ક દક્ષિણ આફ્રિકા સામે - 2005/06


આ પણ વાંચોઃ ICC World Test Championship ની ફાઇનલમાં ભારત, હવે જૂનમાં ન્યૂઝીલેન્ડ સામે ટક્કર  


આ સિવાય અક્ષર પટેસે એક ટેસ્ટ સિરીઝમાં ચાર વખત ફાઇફર લેવાનો કમાલ કર્યો અને નરેન્દ્ર હિરવાણીને પાછળ છોડી દીધા છે. હિરવાણીએ ત્રણ વાર એક ટેસ્ટ સિરીઝમાં ફાઇફર લેવાનો કમાલ કર્યો અને શિવરામકૃષ્ણને પણ ત્રણવાર આમ કર્યુ હતું. તો આર અશ્વિને એક ટેસ્ટ સિરીઝમાં બે વખત ફાઇફર લેવાનો કમાલ કર્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube