ICC World Test Championship ની ફાઇનલમાં ભારત, હવે જૂનમાં ન્યૂઝીલેન્ડ સામે ટક્કર

ICC એ શરૂ કરેલી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય ટીમ હવે જૂન મહિનામાં ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડસના ઐતિહાસિક ગ્રાઉન્ડમાં જૂન મહિનામાં ફાઇનલ મેચ રમશે.   

Updated By: Mar 6, 2021, 03:57 PM IST
ICC World Test Championship ની ફાઇનલમાં ભારત, હવે જૂનમાં ન્યૂઝીલેન્ડ સામે ટક્કર

અમદાવાદઃ ભારતીય ટીમે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) માં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ચાર ટેસ્ટ મેચોની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઈનિંગ અને રને વિજય મેળવી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC World Test Championship) ની ફાઇનલમાં દબદબાભેર પ્રવેશ કરી લીધો છે. ભારતીય ટીમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહી છે. 

ન્યૂઝીલેન્ડ સામે રમાશે ફાઇનલ જંગ
ભારતીય ટીમે ઈંગ્લેન્ડને ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં 3-1થી પરાજય આપ્યો છે. આ સાથે ભારતે લોર્ડસમાં રમાનાર આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની ટિકિટ કબજે કરી લીધી છે. ભારતીય ટીમ હવે જૂન મહિનામાં લોર્ડસના ઐતિહાસિક મેદાન પર ફાઇનલ મેચ રમશે. 

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલ

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતની છ સિરીઝ

દેશ
ભારતે ઘરઆંગણે બાંગ્લાદેશને 2-0થી હરાવ્યું
ભારતે ઘરઆંગણે આફ્રિકાને 3-0થી હરાવ્યું
ભારતે ઘરઆંગણે ઈંગ્લેન્ડને 3-1થી હરાવ્યું

વિદેશ
ભારતે વેસ્ટઈન્ડિઝમાં 2-0થી સિરીઝ જીતી
ભારતે ઓસ્ટ્રેલિયામાં 2-1થી સિરીઝ જીતી
ન્યૂઝીલેન્ડ સામે 2-0થી ટેસ્ટ સિરીઝ ભારત હાર્યું

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube