નવી દિલ્લીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે એક નવી અને મોટી ઉપલબ્ધી હાંસલ કરી છે. તેને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે વર્ષ 2021 માટે બેસ્ટ વનડે ક્રિકેટર ઘોષિત કર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમને ICC દ્વારા બેસ્ટ વનડે પ્લેયર તરીકે જાહેર કરાયો છે. મોટી વાત એ છે કે, બાબરે ગત વર્ષે માત્ર 6 મેચ જ રમી હતી. જોકે, તમામ મેચોમાં તેનું પ્રદર્શન સારું રહ્યું હતું. ત્યારે, મહિલાઓમાં બેસ્ટ વનડે ક્રિકેટર તરીકે સાઉથ આફ્રિકાની લિઝેલ લીનું નામ જાહેર કરાયું છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્મૃતિ મંધાનાને વુમન ક્રિકેટ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. ઈગ્લેન્ડની ટીમનો કેપ્ટન જો રૂટ 2021નો ટેસ્ટ મેન્સ ક્રિકેટર ઓફ ધ યર બન્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખિતાબ માટે બાબર આઝમની સાથે રેસમાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન, સાઉથ આફ્રિકાના જાનેમન મલાન અને આયરલેન્ડના પોલ સ્ટર્લિંગ હતા. ગત વર્ષે સ્ટર્લિંગે 14 વનડે રમીને સૌથી વધુ 705 રન બનાવ્યા હતા, જ્યારે જાનેમન મલાને 8 વનડેમાં 509 રન કર્યા હતા.


બાબરે ગત વર્ષે 405 રન બનાવ્યા-
બાબર આઝમે ગત વર્ષે માત્ર 6 વનડે રમી હતી, જેમાં 67.50ની એવરેજ સાથે 405 રન બનાવ્યા હતા. આ દરમિયાન બાબરે 2 સેન્ચપુરી પણ ફટકારી હતી. તેનો બેસ્ટ સ્કોર 158 રનનો હતો. બાબરે ગત વર્ષે માત્ર 2 સિરીઝ રમી હતી, જેમાં સાઉથ આફ્રિકા સામે 2-1થી જીત મેળવી હતી. આ સિરીઝમાં બાબરે 228 રન બનાવી બીજા બેસ્ટ સ્કોરર રહ્યા હતા. 


ઈગ્લેન્ડ સામે માત્ર બાબર જ રમ્યો-
ઈંગ્લેન્ડે પાકિસ્તાનની ટીમને 3-0થી વ્હાઈટ વોશ આપ્યો હતો. જે સિરીઝમાં બાબરે 177 રન કર્યા હતા. આ સિરીઝમાં બાબરને બીજા કોઈ ખેલાડી પાસેથી સહયોગ મળ્યો ન હતો, જેના કારણે પાકિસ્તાની ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં બાબર સિવાય કોઈપણ પાકિસ્તાની ખેલાડી 100 રનથી વધુ કરી શક્યો ન હતો. 


ICCના બાકીના એવોર્ડસ આ પ્રકારે છે-
ICC અંપાયર ઓફ ધ યર - મરેસે એરસમસ (સાઉથ આફ્રિકા)
ICC મેન્સ ટી20 ક્રિકેટર ઓફ ધ યર - મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન)
ICC વુમેન્સ ટી20 ક્રિકેટર ઓફ ધ યર - ટેમી બ્યુમોન્ટ (ઈંગ્લેન્ડ)
ICC ઈમર્જિંગ મેન્સ ક્રિકેટર ઓફ ધ યર - જાનેમન મલાન (સાઉથ આફ્રિકા)
ICC ઈમર્જિંગ વુમેન્સ ક્રિકેટર ઓફ ધ યર - ફાતેમા સના (પાકિસ્તાન)
ICC મેન્સ એસોસિએટ ક્રિકેટર ઓફ ધ યર - ઝિશાન મક્સૂડ (ઓમાન)
ICC વુમેન્સ એસોસિએટ ક્રિકેટર ઓફ ધ યર - એન્ડ્રિયા-મૈ ઝેપેડા (ઓસ્ટ્રીયા)