2018માં ગોલ્ડન હેટ્રિકથી બજરંગ માત્ર એક જીત દૂર, પહોચ્યો વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપની ફાઇનલમાં
બજરંગ પૂનિયા છેલ્લા આઠ વર્ષમાં વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોચનારો ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે.
બુડાપેસ્ટ: સ્ટાર પહેલવાન બજરંગ પૂનિયાએ અપેક્ષાઓ પૂ્ર્ણ કરવાની સાથે જ વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. તેણે સેમીફાઇનલમાં અલેજાંદ્રો એનરિક તોબિયેરને હરાવીને ઔતિહાસિક ગોલ્ડ મેડલ જીતવા તરફ એક પગલુ આગળ વધ્યો છે. બજરંગ 65 કિગ્રા વર્ગમાં ભાગ લઇ રહ્યો છે. અને આ ચેમ્પિયનશીપ હંગરીમાં થઇ રહી છે.
બજરંગ પૂનિયાએ આ વર્ષે જે કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. બજરંગ એશિયન ગેમ્સમાં કુ્સ્તીમાં મેડલ અપાનારા ભારતના પ્રથમ ખેલાડી બન્યા હતા. બજરંગે તેનું ફોર્મ વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપમાં પણ જાળવી રાખ્યું છે. બજરંગ જો ગોલ્ડ મેડલ જીતી જાયતો એક જ સત્રમાં ત્રણ ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો પ્રથમ પહેલવાન બની જશે.
વધુ વાંચો...બેડમિન્ટનઃ ડેનમાર્ક ઓપનના ફાઇનલમાં સાયના નેહવાલનો પરાજય
પાંચ વર્ષ પહેલા બ્રોન્જ મેડલ જીતનારા બજરંગે સૌથી પહેલા રોમન અશારિનને 9-4થી હરાવ્યો હતો. પછી દક્ષિણ કોરિયાના કે લી સિયુંગચુલને 4-0થ માત આપી હતી. અને ત્યાર બાગ બજરંગનો મુકાબલો મંગોલિયાના તુલગા ઓચિર સાથે થયો હતો. જેમાં બજરંગે ઓચિરને પણ 5-3 થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેમિફાઇનલમાં બજરંગે ક્યૂબાના દિગ્ગજ પહેલવાન અલેજાંદ્રો એનરિક તોબિયેરને 4-3 માત આપી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
વિશ્વ ચેમ્પિયનશીપમાં ભારત અત્યાર સુધીમાં માત્ર એક વાર ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું છે. જેને બે વાર ઓલંપિક વિજેતા સુશીલ કુમારે 2010માં મોલ્કોમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેણે આ મેડલ 66 કિગ્રા વર્ગમાં જીત્યો હતો. તેના સિવાય 2013માં અમિત દહિયા પણ ફાઇનલ સુધી પહોચ્યો હતો. પરંતુ તે આ મુકાબલામાં હારી ગયો હતો.