નવી દિલ્હીઃ રૂમાના અહમદ (ત્રણ વિકેટ અને અણનમ 42 રન)ના ઓલરાઉન્ડર પ્રદર્શનને કારણે બાંગ્લાદેશે મહિલા એશિયા કપ ટી-20માં શાનદાર પ્રદર્શન કરતા ભારતને કરારો પરાજય આપતા ઐતિહાસિક જીત મેળવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાંગ્લાદેશની ટી-20માં ભારત વિરુદ્ધ પ્રથમ જીત છે. આ સિવાય ભારતની એશિયા કપમાં આ 2012 બાદ પ્રથમ હાર છે. બાંગ્લાદેશની આ સ્પર્ધામાં સતત બીજી જીત છે, જે તેણે મોટી ટીમો સામે મેળવી છે. આ પહેલા તેણે સોમવારે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. 


થાઈલેન્ડ અને મલેસિયા પર બે ધમાકેદાર જીત બાદ ભારતીય ટીમ તે લયને ન જાળવી શકી. ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 141 રન બનાવ્યા જેને બાંગ્લાદેશે 19.4 ઓવરમાં હાસિલ કરી લીધો. 


ભારત, શ્રીલંકા અને પાકિસ્તાનના ત્રણ મેચમાં ચાર અંક છે, પરંતુ નેટ રનરેટના આધારે ભારત આગળ છે. બાંગ્લાદેશ માટે ફરજાના હકે (46 બોલમાં અણનમ 52) અને રૂમાના અહમદ (34 બોલમાં અણનમ 42 રન) ચોથી વિકેટની અણનમ ભાગીદારીમાં 93 રન બનાવ્યા. બાંગ્લાદેશ મહિલા ટીમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ સૌથી મોટી જીત છે. 


રૂમાનાને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. તેણે ચાર ઓવરમાં 21 રન આપીને ત્રણ વિકેટ ઝડપી. ભારતીય ટીમમાં કેપ્ટન હરમનપ્રીત કૌરે 42 રનને બાદ કરતા અન્ય બેટ્સમેન મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. 


ટૂર્નામેન્ટમાં ભારત પોતાનો આગામી મેચ ગુરૂવારે શ્રીલંકા સાથે જ્યારે બાંગ્લાદેશ આજ દિવસે થાઇલેન્ડ સાથે ટકરાશે. દિવસના અન્ય મેચોમાં પાકિસ્તાને શ્રીલંકાને 23 રને જ્યારે થાઈલેન્ડે મલેશિયાને 9 વિકેટે પરાજય આપ્યો છે.