નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમાવાની છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડમાં ઇન્ટ્રા સ્કોવડ મેચ રમીને પોતાની તૈયારી પણ કરી લીધી છે. હવે 18 જૂનથી સાઉથમ્પ્ટનમાં મેદાનમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ ટકરાવાની છે. આ મેચ માટે બીસીસીઆઈએ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈએ કરી 15 સભ્યોની ટીમ જાહેર
ભારતીય ટીમ આશરે 20 ખેલાડી અને 5 નેટ બોલરની સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે પહોંચી છે. આ પ્રવાસમાં ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અને ત્યારબાદ ઈંગ્લેન્ડ સામે 5 મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. પરંતુ આઈસીસી ઇવેન્ટ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરવાની હોય છે. આ માટે બીસીસીઆઈએ ફાઇનલ મેચ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. 


WTC Final માટે ન્યૂઝીલેન્ડે જાહેર કરી 15 સભ્યોની ટીમ, આ ખેલાડીને મળી તક


ભારતે પોતાની ટીમમાં ઓપનર તરીકે શુભમન ગિલ અને રોહિત શર્માને રાખ્યા છે. તો સ્પિન બોલર તરીકે જાડેજા અને અશ્વિન ટીમમાં છે. ભારતે પાંચ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને ઈશાંત શર્માને ટીમમાં સામેલ કર્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube