નવી દિલ્હીઃ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના પ્રમુખ તથા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ (Rahul Dravid)ને હિતોના ટકરાવ (Conflict of Interest) મામલામાં રાહત મળી ગઈ છે. બીસીસીઆઈના એથિક્સ ઓફિસર જસ્ટિસ (નિવૃત) ડીકે જૈને (DK Jain) રાહુલ દ્રવિડને હિતોના ટકરાવના મામલામાં ક્લીન ચિટ આપી દીધી છે. બીસીસીઆઈ (BCCI)ના લોકપાસ ડીકે જૈને કહ્યું કે, તેમને પૂર્વ ભારતીય કેપ્ટન વિરુદ્ધ હિતોના ટકરાવ સાથે જોડાયેલો કોઈ મામલો જોવા મળ્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના લોકપાલ તથા એથિક્સ ઓફિસર ડીકે જૈને કહ્યું, 'મને દ્રવિડ વિરુદ્ધ હિતોના ટકરાવ સાથે જોડાયેલો કોઈ મામલો મળ્યો નથી. તે હિતોના ટકરાવથી મુક્ત જોવા મળ્યો છે. આ સંબંધમાં બંન્ને પક્ષો (ફરિયાદી અને દ્રવિ઼ડ)ને જાણ કરી દેવામાં આવી છે. સાથે બીસીસીઆઈને પણ તેની જાણકારી આપવામાં આવે છે. આ મામલા સાથે જોડાયેલ હસ્તાક્ષરિત અંતિમ નિર્ણયનો દસ્તાવેજ આ ફરિયાદની સાથે સંલગ્ન રહેશે.'


IPL: રાજસ્થાન તરફથી 100 મેચ રમ્યા બાદ હવે રહાણે દિલ્હી તરફથી રમશે


રાહુલ દ્રવિડે 12 નવેમ્બરે ડીકે જૈનની સમક્ષ રજૂ થવાનું હતું. દ્રવિડ અત્યારે નેશનલ ક્રિકેટ એકેડમીના પ્રમુખ છે. મધ્ય પ્રદેશ ક્રિકેટ સંઘના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાની ફરિયાદ પર એથિક્સ ઓફિસરે દ્રવિડને હિતોના ટકરાવ મામલે નોટિસ ફટકારી હતી. પોતાની ફરિયાદમાં ગુપ્તાએ કહ્યું હતું કે દ્રવિડ એનસીએના ડાયરેક્ટર છે અને સાથે તે આઈપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સનો માલિકી હક રાખનારી ઈન્ડિયા સીમેન્ટ્સ ગ્રુપના ઉપાધ્યક્ષ પણ છે. 


રાહુલ દ્રવિડે આ આરોપોનો બચાવ કરતા કહ્યું હતું કે, તેમણે ઈન્ડિયા સીમેન્ટ્સના પોતાના પદથી લાંબા ગાળાની રજા લીધી છે. આઈએનએએસને એક પત્ર મળ્યો હતો, જેમાં ઈન્ડિયા સીમેન્ટના સીનિયર જનરલ મેનેજર જી. વિજયને સ્પષ્ટ કર્યું હતું કે દ્રવિડે બીસીસીઆઈ અને એનસીએના પ્રમુખ તરીકે પોતાની જવાબદારીને જોતા બે વર્ષની રજા લીધી છે. 


જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube