IPL: રાજસ્થાન તરફથી 100 મેચ રમ્યા બાદ હવે રહાણે દિલ્હી તરફથી રમશે
અંજ્કિય રહાણે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020મા દિલ્હી કેપિટલ્સ સાથે જોડાઇ ગયો છે. દિલ્હી કેપિટલ્સે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે.
Trending Photos
નવી દિલ્હીઃ રાજસ્થાન રોયલ્સે અંજ્કિય રહાણેને દિલ્હીની સાથે ટ્રેડ કર્યો છે. ગુરૂવારે 14 નવેમ્બરે તેની જાહેરાત કરવામાં આવી છે. તો દિલ્હી કેપિટલ્સે લેગ સ્પિનર મયંક અગ્રવાલ અને રાહુલ તેવતિયાને રિલીઝ કરી દીધા છે.
રહાણેએ રાજસ્થાન રોયલ્સ માટે 100થી વધુ મેચ રમી છે. તેણે 2011થી 2015 અને પછી 2018 અને 2019ની સિઝનમાં રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પાછલી સિઝનમાં તેણે કેપ્ટનના રૂપમાં શરૂઆત કરી હતી પરંતુ સિઝનની વચ્ચે સ્મિથને કમાન સોંપવામાં આવી હતી. કેપ્ટનનું દબાણ હટ્યા બાદ રહાણેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે દિલ્હી વિરુદ્ધ સદી ફટકારી હતી. આઈપીએલ 2019ની સિઝનમાં રહાણેએ 14 મેચોમાં 393 રન બનાવ્યા હતા.
તો મયંક માર્કંડેય મુંબઈ ઈન્ડિયન્સથી દિલ્હી કેપિટલ્સ ટ્રાન્સફર થયો હતો હવે તેને રાજસ્થાનની ટીમમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. માર્કંડેય છેલ્લી બે સિઝનમાં મુંબઈની ટીમમાં હતો. તેણે 17 મેચોમાં 8.54 એવરેજથી 16 વિકેટ ઝડપી છે.
રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4000થી વધુ રન બનાવ્યા છે. આઈપીએલની શરૂઆતી બે સિઝનમાં તે મુંબઈ માટે રમ્યો હ્તો. 2010ની સિઝનને સ્કિપ કર્યા બાદ તે રાજસ્થાન રોયલ્સમાં જોડાયો હતો. તેણએ આઈપીએલની 140 મેચોમાં 3820 રન બનાવ્યા છે. તેના નામે બે સદી છે.
ચાર કરોડ રૂપિયામાં રોયલ્સ સાથે જોડાનાર રહાણેએ ભારત તરફથી છેલ્લી ટી20 મેચ ઓગસ્ટ 2016 જ્યારે છેલ્લી વનડે મેચ ફેબ્રુઆરી 2018મા રમી હતી. રહાણેના બદલે દિલ્હીની ટીમે માર્કંડેય અને તેવતિયાને રોયલ્સને સોંપ્યા છે. આ લેગ સ્પિનરે મુંબઈ માટે ઉપયોગી પ્રદર્શન કર્યું હતું અને ત્યારબાદ ભારત માટે પણ ટી20 મેચ રમ્યો હતો.
તેવતિયા 2014મા રોયલ્સની સાથે આઈપીએલ કરિયરની શરૂઆત કર્યાં બાદ બીજીવાર તે ટીમ સાથે જોડાશે. રોયલ્સે ત્યારે તેને 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તે 2015મા પણ ટીમમાં રહ્યો અને પછી 2017મા કિંગ્સ ઇલેવન પંજાબમાં જોડાયો હતો. તેવતિયા 2018 અને 2019મા દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો હતો. રહાણેના આવવાથી દિલ્હીની ટીમમાં સ્ટાર ભારતીય ખેલાડીઓની સંખ્યામાં વધારો થશે. શિખર ધવન, રિષભ પંત અને શ્રેયસ અય્યર પહેલાથી ટીમનો ભાગ છે.
જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે