નવી દિલ્હીઃ ભારતના વિકેટકીપર બેટ્સમેન અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકને બીસીસીઆઈએ કારણ દર્શાવો નોટિસ આપી છે. બીસીસીઆઈએ કાર્તિકને આ નોટિસ કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)ની ટીમ ત્રિનબાગો નાઇટ રાઇડર્સના ડ્રેસિંગ રૂમમાં જવાને કારણે આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાર્તિક ટીમના કોચ બ્રેન્ડન મેક્કુલમની સાથે ડ્રેસિંગ રૂમમાં હતો. મેક્કુલમની હાલમાં કોલકત્તાની ટીમના કોચ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. બોર્ડના એક સીનિયર અધિકારીએ આઈએએનએસ સાથે વાત કરતા આ વાતની ખાતરી કરી છે અનેક હ્યું કે, કાર્તિકે આમ કરતા પહેલા મંજૂરી લેવાની હતી કારણ કે તે હજુ પણ બોર્ડના રાષ્ટ્રીય કરાર પ્રાપ્ત ખેલાડીઓની યાદીમાં છે. 


કાર્તિકે સાત દિવસની અંદર આ નોટિસનો જવાબ આપવાનો છે. અધિકારીએ કહ્યું, 'કારણ કે તે ભારતીય ટીમનો ખેલાડી છે તેવામાં કેટલાક પ્રોટોકોલ હોય છે તેનું પાલન કરવું પડે છે. તે કેન્દ્રીય કરારમાં સામેલ છે અને તેવામાં તે બીસીસીઆઈની મંજૂર વિના સીપીએલના ડ્રેસિંગમાં રૂમમાં ન જઈ શકે. તેણે સાત દિવસની અંદર નોટિસનો જવાબ આપવો પડશે.'


ત્રિનબાગ અને કોલકત્તા બંન્નેની ફ્રેન્ચાઇઝીનો માલિકી હક ભારતીય અભિનેતા શાહરૂખ ખાનની પાસે છે. પરંતુ બીસીસીઆઈ પોતાના વલણ પર સ્પષ્ટ છે કે ભારતીય ખેલાડીઓને વિદેશની ટી-20 લીગ સાથે કોઈ લેવા-દેવા નથી. 

ચંદ્રયાન 2: ખેલ જગતે ઇસરોનો જુસ્સો વધાર્યો, કહ્યું- દેશને ગર્વ છે


તે વાત સ્પષ્ટ છે કે કાર્તિકનું ડ્રેસિંગ રૂમમાં જવું સામાન્ય રીતે કરવામાં આવેલો વ્યવહાર હતો કે આઈપીએલની આગામી સિઝનને લઈને રણનીતિ બનાવવાને લઈને ત્યાં ગયો હતો. કાર્તિકનું ભવિષ્ય હવે તે વાત પર નિર્ભર કરે છે કે પ્રશાસકોની સમિતિ (સીઓએ) આ મામલાને કઈ રીતે જુવે છે. અધિકારીએ કહ્યું, જોવાનું રહેશે કે સીઓએ તેના જવાબને કઈ રીતે લે છે.