અમદાવાદઃ કોલકત્તા નાઇટ રાઇડર્સના ખેલાડી વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોના પોઝિટિવ આવ્યા બાદ બીસીસીઆઈએ દિલ્હી કેપિટલ્સના બધા ખેલાડીઓને ક્વોરન્ટાઈન થવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે કેકેઆરે પોતાની છેલ્લી મેચ દિલ્હી વિરુદ્ધ રમી હતી અને આ મેચમાં વરૂણ ચક્રવર્તી પ્લેઇંગ ઇલેવનમાં હતો. ક્રિકબઝના અહેવાલ પ્રમાણે દિલ્હીની ટીમને ક્વોરન્ટાઈન થવાનું કહેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી કેપિટલ્સના એક અધિકારીએ ક્રિકબઝ સાથે વાતચીતમાં કહ્યું, અમે અમારી છેલ્લી મેચ કેકેઆર સામે રમી હતી, જેના કારણે અમને ક્વોરન્ટાઈન થવાની સલાહ આપવામાં આવી છે અને અમે બધા આઈસોલેશનમાં છીએ. અમે બધા અમારા રૂમની અંદર છીએ. દિલ્હીની ટીમે કેટલા દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે, તેની કોઈ જાણકારી મળી શકી નથી. 4 મેએ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં દિલ્હીની ટીમ હવે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેતી જોવા મળશે નહીં. 


IPL પર કોરોનાનું સંકટ, KKR બાદ ચેન્નઈ સુપર કિંગ્સના કેમ્પમાં પહોંચ્યો વાયરસ, ત્રણ સભ્ય પોઝિટિવ  

ઉલ્લેખનીય છે કે વરૂણ અને સંદીપનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોલકત્તા અને બેંગલોરના મુકાબલાને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ચેન્નઈ સુપર કિંગ્સના સપોર્ટ સ્ટાફમાં પણ ત્રણ સભ્યો પોઝિટિવ આવ્યા છે. દિલ્હીએ કોલકત્તા સામે 29 એપ્રિલે મેચ રમી હતી અને સાત વિકેટે જીત મેળવી હતી. 
 


આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube