IPL પર કોરોનાનું સંકટ, KKR બાદ ચેન્નઈ સુપર કિંગ્સના કેમ્પમાં પહોંચ્યો વાયરસ, ત્રણ સભ્ય પોઝિટિવ

Coronavirus in IPL: આઈપીએલમાં સોમવારનો દિવસ ખુબ ચિંતાજનક રહ્યો. પહેલા કોલકત્તા નાઇટ રાઇડર્સના બે ખેલાડી કોરોના વાયરસથી પોઝિટિવ થયા આવ્યા બાદ હવે ચેન્નઈ કેમ્પમાં કોરોના પહોંચ્યો છે. 

IPL પર કોરોનાનું સંકટ, KKR બાદ ચેન્નઈ સુપર કિંગ્સના કેમ્પમાં પહોંચ્યો વાયરસ, ત્રણ સભ્ય પોઝિટિવ

નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ના ત્રણ સભ્ય કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા છે. તેમાં એક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કાશી વિશ્વાનાથન, લક્ષ્મીપતિ બાલાજી અને એક બસનો ક્લીનર સામેલ છે. તેવું માનવામાં આવી રહ્યું છે કે બાકી સભ્ય હાલ દિલ્હીમાં છે અને તે નેગેટિવ છે. રવિવારે થયેલા ટેસ્ટમાં આ વાત સામે આવી છે.

તે માનવામાં આવી રહ્યું છે કે વિશ્વનાથન, બાલાજી અને મેન્ટેનસ સ્ટાફનો સોમવારે બીજીવાર ટેસ્ટ કરવામાં આવી શકે જેથી ફોલ્સ નેટેગિવ હોવાની આશંકા સમાપ્ત થઈ શકે. જો તે બીજીવાર પોઝિટિવ આવે છે તો તેને ટીમ બબલની બહાર 10 દિવસ આઇસોલેશનમાં બીજીવાર પસાર થવું પડશે અને બીજીવાર નેગેટિવ આવ્યા બાદ તે ટીમ સાથે જોડાઈ શકશે. 

આવ પહેલા સોમવારે સવારે સમાચાર આવ્યા હતા કે કોલકત્તા નાઇટ રાઇડર્સના બે ખેલાડી- વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા છે. ત્યારબાદ આજે રમાનારી રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકત્તા નાઇટ રાઇડર્સની મેચ ટાળી દેવામાં આવી છે. 

બાલાજી, ટીમ ઈન્ડિયાનો પૂર્વ ફાસ્ટ બોલર છે અને તે શનિવારે ટીમના ડગઆઉટમાં હતો. શનિવારે ટીમ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ મુકાબલામાં છેલ્લા બોલે હારનો સામનો કરવો પડ્યો હતો. 

વિશ્વનાથનની પત્ની આઈપીએલ 2020 દરમિયાન યૂએઈમાં કોવિડ-19 પોઝિટિવ આવી હતી. દુબઈમાં ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ચેન્નઈ સુપર કિંગ્સના દળના ઘણા સભ્ય પોઝિટિવ આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news