BCCI એ ખોલ્યો ખજાનો, ઓલિમ્પિકની તૈયારીઓ કરી રહેલા ખેલાડીઓને આપશે આટલા કરોડ
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ રવિવારે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલીફાય કરી ચુકેલા દેશના ખેલાડીઓની તૈયારીઓ અને ટ્રેનિંગ માટે 10 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે.
નવી દિલ્હીઃ ભારતને આ વર્ષે યોજાનાર ટોક્યો ઓલિમ્પિકમાં ખુબ આશા છે. આ પહેલા 2016માં યોજાયેલ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતે માત્ર બે મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. ઓલિમ્પિકની તૈયારીઓ કરી રહેલા ભારતીય ખેલાડીઓની મદદ માટે બીસીસીઆઈએ મોટું પગલું ભર્યું છે.
ઓલિમ્પિકમાં જનારા ખેલાડીઓની મદદ કરશે બીસીસીઆઈ
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ રવિવારે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલીફાય કરી ચુકેલા દેશના ખેલાડીઓની તૈયારીઓ અને ટ્રેનિંગ માટે 10 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે ભાગ લીધો હતો.
21મી સદીના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન તરીકે સચિન તેંડુલકરની પસંદગી, આ ખેલાડીએ આપી જોરદાર ટક્કર
23 જુલાઈથી શરૂ થશે ટોક્યો ઓલિમ્પિક
કિટ પ્રાયોજક તરીકે લિ નિંગના હટ્યા બાદ બીસીસીઆઈ દ્વારા આપવામાં આવેલી રમકથી ચોક્કસપણે ખેલાડીઓની મદદ થશે જેમાં ટ્રેનિંગ અને અન્ય તૈયારીઓ સામેલ છે.
અધિકારીએ કહ્યું કે, બીસીસીઆઈ હંમેશા ઓલિમ્પિક ગેમ્સના વિકાસમાં મદદ કરવામાં વિશ્વાસ રાખે છે અને આ પ્રથમવાર નથી જ્યારે બીસીસીઆઈએ મદદ કરી છે. મહત્વનું છે કે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન 23 જુલાઈથી જાપાનના ટોક્યો શહેરમાં થવાનું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube