ઓલરાઉન્ટર બેન સ્ટોક્સની વાપસીથી વધુ મજબૂત થઈ ઈંગ્લેન્ડ ટીમ
ઈંગ્લેન્ડના ક્રિકેટર બેન સ્ટોક્સને બ્રિસ્ટલ ક્રાઉન કોર્ટમાંથી મંગળવારે ઝગડાના આરોપમાંથી મુક્તિ મળ્યા બાદ 18 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ માટે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
લંડનઃ પૂર્વ ઈંગ્લેન્ડ કેપ્ટન માઇકલ વોને કહ્યું કે, ઝગડાના મામલામાં નિર્દોષ સાબિત થયા બાદ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની ટીમમાં વાપસીનું સ્વાગત કરવું જોઈએ
વોને કહ્યું કે, ગત વર્ષે સપ્ટેમ્બરમાં વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ વનડે મેચ બાદ બ્રિસ્ટલની નાઇટક્લબ બાદ થયેલી ઘટનાને કારણે છેલ્લા 11 મહિનામાં ન્યૂઝીલેન્ડમાં જન્મેલા 27 વર્ષીય સ્ટોક્સને પર્યાપ્ત સજા મળી ગઈ છે.
વોને ટ્વીટ કહ્યું, 'મને લાગે છે કે આ તથ્ય છે કે તે ઓસ્ટ્રેલિયામાં વિન્ટરના પ્રવાસ દરમિયાન બહાર રહ્યો, આ બેન સ્ટોક્સ માટે પર્યાપ્ત સજા છે'.
તેમણે કહ્યું, મને વ્યક્તિગત રીતા લાગે છે કે હવે નિર્દોષ સાબિત થયા બાદ તેને રમવાની સ્વીકૃતિ મળવી જોઈે. ઈંગ્લેન્ડની ટીમમાં સ્ટોક્સના સાથી જોની બેયરસ્ટોએ કર્યું, મને ખુબ આનંદ છે.
તેણે કહ્યું, આ તેના અને તેના પરિવાર માટે 10 મહિના લાંબા રહ્યાં. બેયરસ્ટોએ કહ્યું, મને આશા છે કે તે જલ્દી ઈંગ્લેન્ડના ટી શર્ટમાં જોવા મળશે કારણ કે અમે એજબેસ્ટનમાં જોયું કે તે શું પ્રભાવ પાડી શકે છે.
ઉલ્લેખનીય છે કે ઝગડાના મામલામાં બ્રિસ્ટલ કોર્ટ દ્વારા નિર્દોષ સાબિત થયેલા ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને નોટિંઘમમાં ભારત વિરુદ્ધ શનિવારથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
કોર્ટમાં ચાલી રહેલા મામલાને કારણે સ્ટોક્સ લોર્ડ્સ ટેસ્ટમાંથી બહાર રહ્યો હતો, જેમાં ઈંગ્લેન્ડે મેચ ઈનિંગ અને 159 રનથી જીતીને પાંચ મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી હતી.
ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ઝગડાના આરોપોમાંથી મુક્ત
આ ઓલરાઉન્ડરે પ્રથમ ટેસ્ટમાં ભારત પર 31 રનની જીત દરમિયાન 113 રન આપીને 6 વિકેટ ઝડપી હતી.
ઈંગ્લેન્ડની ટીમ આ પ્રકારે છે.
જો રૂટ (કેપ્ટન), એલિસ્ટેયર કુલ, જેનિંગ્સ, ઓલિવર પોપ, જોની બેયરસ્ટો, જોસ બટલર, સેમ કરન, ક્રિસ વોક્સ, આદિલ રાશિદ, જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ડ બ્રોડ, મોઇન અલી, જેમી પોર્ટર અને બેન સ્ટોક્સ.