દુબઈઃ ઈંગ્લેન્ડનો ઓલ-રાઉન્ડર બેન સ્ટોક્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 13)ની 13મી સીઝન માટે શનિવારે રાત્રે યૂએઈ પહોંચી જશે. તે પહોંચવાની સાથે કોવિડ-19 સાથે જોડાયેલી પ્રક્રિયા પૂરી કરી લેશે જેથી જેટલું જલદી બની શકે પોતાની ટીમ રાજસ્થાન રોયલ્સ માટે મેદાન પર ઉતરી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડિયન પ્રીમિયર લીગ સાથે જોડાયેલા સૂત્રોએ સમાચાર એજન્સી એએનઆઈને આ વાતની પુષ્ટિ કરી છે કે શરૂઆતી કેટલીક મેચ મિસ કર્યાં બાદ સ્ટોક્સ ટીમ સાથે જોડાવાનો છે. સ્ટોક્સ પોતાના પિતાના ખરાબ સ્વાસ્થ્યને કારણે ઘણા સમયથી ક્રિકેટથી દૂર છે. 


સૂત્રોએ કહ્યું, તે આજે આવી રહ્યો છે અને તત્કાલ કોવિડ-19 સાથે જોડાયેલી પ્રક્રિયામાંથી પસાર થશે. ત્યારબાદ તે ટીમ સાથે જોડાઈ શકશે. 


યૂકેના બબલથી યૂએઈ પહોંચનાર ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ 36 કલાકના ક્વોરેન્ટીનમાં રહ્યાં હતા, તો સામાન્ય નિયમ છ દિવસનો છે. આ સિવાય ખેલાડીઓના વાયરસના ટેસ્ટ પણ કરવામાં આવે છે. 


સ્ટોક્સ આવવાથી રોયલ્સની ટીમને ખુબ ફાયદો થશે. તે બોલ અને બેટ બંન્નેથી ઉપયોગી ભૂમિકા નિભાવી શકે છે. રાજસ્થાન રોયલ્સના મિડલ ઓર્ડરમાં સ્ટોક્સની ખોટ છે. હવે ટીમ પહેલા કરતા વધુ સંતુલિત થઈ જશે. 


રોબિન ઉથપ્પા અને રિયાન પરાગ રાજસ્થાનની આશા પર ખરા ઉતરી શક્યા નથી. તે બંન્ને સ્ટોક્સની કમી પૂરી કરી શક્યા નથી. હકીકતમાં સ્ટોક્સની ઓલરાઉન્ડ ક્ષમતા કેપ્ટન સ્ટીવ સ્મિથના વિકલ્પોને વધારી દે છે. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર