Team India Next T20I Captain: રોહિત શર્માએ પોતાની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીતાડીને T20I ફોર્મેટને અલવિદા કરી દીધી છે. રોહિત શર્માની સાથે સાથે સ્ટાર બેટર વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ T20I ફોર્મેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સામે સૌથી મોટું ટાક્સ ટીમ ઈન્ડિયાના નવા ટી20 કેપ્ટનની પસંદગીનું છે. નવા કેપ્ટનની પસંદગી ખુબ મહત્વપૂર્ણ રહેશે. કારણ કે બે વર્ષ બાદ જ ભારત અને શ્રીલંકાની મેજબાનીમાં ટી20 વર્લ્ડ કપ 2026 ટુર્નામેન્ટ રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો. 12 વર્ષ બાદ નજીક આવશે બે મોટા ગ્રહ, આ જાતકોની બલ્લે-બલ્લે, નોકરી-ધંધામાં થશે લાભ 


કોણ બનશે નવો ટી20 કેપ્ટન?
BCCI સચિવ જય શાહે ટીમ ઈન્ડિયાના નવા ટી20 કેપ્ટન અંગે મોટો સંકેત આપ્યો છે. હાર્દિક પંડ્યાના ટી20 વર્લ્ડ કપ 2024માં હરફનમૌલા પ્રદર્શન અને રોહિત બાદ તેના કેપ્ટન બનવાની સંભાવના પર જય શાહે કહ્યું કે, કેપ્ટનશીપનો નિર્ણય સિલેક્ટર્સ લેશે. અમે તેમની સાથે વાત કરીને આ અંગે જાહેરાત કરીશું. હાર્દિક પંડ્યાના ફોર્મ પર ખુબ સવાલ ઉઠી રહ્યા હતા. પરંતુ અમે અને સિલેક્ટર્સે તેના પર  ભરોસો જતાવ્યો અને તે એ ભરોસા પર  ખરો ઉતર્યો છે. જય શાહે આ રીતે એક મોટો સંકેત આપ્યો છે કે હાર્દિક પંડ્યા જ રોહિત શર્મા બાદ ભારતના નવા ટી20 કેપ્ટન બનશે. 


આ પણ વાંચોઃ અનિલ અંબાણી: એક સમયે પત્નીના દાગીના વેચીને ભરી હતી ફી, આજે પુત્ર પલટી રહ્યો છે ભાગ્ય


સૌથી આગળ આ સ્ટારનું નામ
અત્રે જણાવવાનું કે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની સ્ટાઈલની ઝલક જોવા મળે છે. હાર્દિક પંડ્યામાં કેપ્ટન બનવાના તમામ ગુણ છે. હાર્દિક પંડ્યા બેટિંગ દરમિયાન સંયમથી રમે છે અને તે સતત 140 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરવાની ટેલેન્ટ પણ ધરાવે છે. ફીલ્ડિંગમાં પણ હાર્દિક પંડ્યા લાજવાબ છે. હાર્દિક પંડ્યાની સરખાણી પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ સાથે પણ થાય છે. હાર્દિક પંડ્યા જ્યારે પણ બેટિંગ કરે છે ત્યારે ખુબ ધૈર્ય સાથે રમે છે. 


આ પણ વાંચોઃ ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે તોફાની વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાત


ભારત એ ટીમ ઓસ્ટ્રેલિયા જશે
હાર્દિક પંડ્યા એટલો વિશ્વાસથી ભરપૂર છે કે તેને ખબર હોય છે કે તે ભારતને મેચ જીતાડી શકે છે. હાર્દિક પંડ્યાની અંદર ભારતીય ટીમની કેપ્ટનશીપ કરવાની ક્ષમતા છે. જય શાહે એમ પણ જણાવ્યું કે આ વર્ષના અંતમાં ભારત એ ટીમ ઓસ્ટ્રેલિયા જશે. ભારતીય ટીમના સન્માન સમારોહની  બીસીસીઆઈ યોજના ઘડી રહી છે. પરંતુ તોફાનની ચેતવણીના કારણે બાર્બાડોસ એરપોર્ટ બંધ છે અને ટીમ ત્યાં ફસાયેલી છે. જય શાહે કહ્યું કે તમારી જેમ અમે પણ અહીં ફસાયેલા છીએ. ભારત પહોંચ્યા બાદ સમારોહ વિશે વિચારીશું. 


આ પણ વાંચો : આવી ગયો જુલાઈ, સરકારી કર્મચારીઓની વધશે કમાણી! મોંઘવારી ભથ્થું શૂન્ય થશે? કેટલું મળશે