શાહજહાઃ ભારતે બ્લાઇન્ડ ક્રિકેટ વિશ્વકપમાં પાકિસ્તાનને બે વિકેટે પરાજય આપીને બીજી વખત આ ટાઈટલ કબજે કર્યું છે. પાકિસ્તાને ભારતને જીતવા માટે 309 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે 8 વિકેટ ગુમાવીને આ જીત મેળવી હતી. સુનિલ રમેશે 93 અને ભારતીય કેપ્ટન અજય રેડ્ડીએ 63 રન ફટકાર્યા હતા. આ જીત સાથે ભારતને ટાઈટલ ડિફેન્ડ કરવામાં સફળતા મળી છે. ભારતે સતત બીજી વખત વિશ્વકપ જીત્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ફાઈનલમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 40 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 308 રન ફટકાર્યા હતા. પાકિસ્તાન વતી બાદર મુનીરે સૌથી વધુ 57 રન, રૈશત ખાને 48 અને નિશાર અલીએ 47 રન ફટકાર્યા હતા. 


આ જીત સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ટીમને શુભકામના આપી હતી અને કહ્યું કે, 2018નો બ્લાઈન્ડ વિશ્વપક જીતનાર ભારતીય ટીમને અભિનંદન. તમે ભારતનું નામ રોષન કર્યું છે. તમે ભારત માટે પ્રેરણારૂપ છો. 


ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ પણ ટ્વીટ કરીને કહ્યું કે, આંખના પડકારનો સામનો કરીને તમે વિશ્વકપ જીત્યો છે અને દેશનું ગૌરવ વધાર્યું છે. અમારા બધા માટે તમે પ્રેરણારૂપ છો. 


ઉલ્લેખનીય છે કે સેમિફાઈનલમાં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે પરાજય આપીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. આ વિશ્વકપમાં ભારતીય ટીમની બોલિંગ અને બેટિંગ શાનદાર રહી હતી.