નવી દિલ્હીઃ ટી20 ક્રિકેટમાં જો કોઈ ટીમના બધા જ ખેલાડી ભેગા મળીને પણ 200 રન બનાવે તો તેને મોટો સ્કોર માનવામાં આવે છે. દક્ષિણ આફ્રીકાના એક ક્રિકેટરે 20 ઓવરની મેચમાં એકલાએ જ 200થી વધુ રન ફટકાર્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ક્રિકેટર પાછો દૃષ્ટિહીન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં અત્યારે બ્લાઈન્ટ ટી20 ટૂર્નામેન્ટ ચાલી રહી છે. આ ટૂર્નામેન્ટમાં બોલેન્ડની ટીમના બેટ્સમેન ફ્રેડરિક બોએરે પોતાની ટીમ તરફથી રમતા 78 બોલમાં 205 રન ઠોકી દીધા હતા. બોએર દક્ષિણ આફ્રિકાનો પ્રથમ બેટ્સમેન બન્યો છે, જેણે ટી20માં બેવડી સદી ફટકારી હોય. 


ફ્રેડરિક બોએરે 205 રનમાંથી 180 રન તો માત્ર ચોગ્ગા અને છગ્ગાથી બનાવ્યા છે. તેણે પોતાની આ ઈનિંગ્સમાં કુલ 39 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તેણે પોતાના 87.80% રન બાઉન્ડ્રીથી બનાવ્યા હતા. 



બોએરે પોતાના 205 રનમાંથી 124 રન ઓન સાઈડ પર બનાવ્યા છે. જેમાંથી 78 રન તો માત્ર મિડવિકેટ એરિયામાં બન્યા છે. બોએર મેચના અંતિમ બોલે આઉટ થયો હતો. આ મેચમાં બોલેન્ડના બીજા ઓપરને બેટ્સમેન શોફર્ડ માગ્બાએ પણ 53 બોલમાં 97 રનની ઈનિંગ્સ રમી હતી.