નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ભલે ટીમમાં વાપસી કરી લીધી પરંતુ તેની અને સાથી ક્રિકેટર રાહુલની મુશ્કેલી ઓછી થઈ નથી. આ બંન્ને સિવાય ફિલ્મ મેકર કરણ જોહર વિરુદ્ધ રાજસ્થાનના જોધપુરમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. એએનઆઈના હવાલાથી એક ખબર પ્રમાણે, કોફી વિથ કરણ ટીવી શો દરમિયાન મહિલાઓ માટે વિવાદાસ્પદ નિવેદનને કારણે ત્રણેય વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એએનઆઈએ ટ્વીટર પર આ જાણકારી આપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાર્દિક, રાહુલ અને કરણ વિરુદ્ધ જોધપુરમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગત વર્ષે ડિસેમ્બરમાં મહિલાઓ માટે એક શો દરમિયાન વિવાદાસ્પદ નિવેદનને કારણે કેચ દાખલ કરવામાં આવ્યો છે. 



હાર્દિક પંડ્યાએ હાલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝના ત્રીજા મેચમાં ટીમમાં વાપસી કરી અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને ઓસ્ટ્રેલિયામાં ગત વનડે સિરીઝમાં બહાર કરી દેવામાં આવ્યો હતો અને બીસીસીઆઈએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો હતો પરંતુ બાદમાં તેનું સસ્પેન્શન હટાવી લેવામાં આવ્યું હતું. 


26 વર્ષીય લોકેશ રાહુલ ઓસ્ટ્રેવિયા વિરુદ્ધ સિડનીમાં જાન્યુઆરીમાં અંતિમ ટેસ્ટ મેચ રમ્યો હતો. ત્યારબાદ તે ઈન્ડિયા-એ તરફતી ગત મહિને રમ્યો પરંતુ પ્રભાવિત કરી શક્યો નથી. તેણે ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ ત્રણ ઈનિંગમાં કુલ 55 રન બનાવ્યા હતા.