Chess Olympiad : માત્ર 26 ચાલમાં વિશ્વનાથન આનંદની હાર, પુરુષ ટીમનો પરાજય, મહિલા ટીમ જીતી
જ્યોર્જિયામાં ચાલી રહેલી ટૂર્નામેન્ટમાં અમેરિકાએ ભારતીય પુરુષ ટીમને હરાવી દીધી છે, જ્યારે મહિલા ટીમે પોલેન્ડની ટીમને હરાવી છે
બાટુમીઃ 43મી વિશ્વ રેપિડ ચેમ્પિયનશીપમાં ગુરૂવારે વિશ્વનાથન આનંદ અને ભારતની ટીમને પ્રથમ વખત પરાજયનો સામનો કરવો પડ્યો. અમેરિકાએ ભારતીય ટીમને 2.5-1.5થી હરાવી હતી. જોકે, ભારતીય મહિલા ટીમ છેલ્લી ડ્રોમાંથી બહાર આવીને ફરથી વિજેતા બની છે. તેણે પોલેન્ડની ટીમને 3-1થી હરાવી હતી.
જ્યોર્જિયામાં ચાલી રહેલી ચેસ ઓલિમ્પિયાડમાં ગુરૂવારે ચોથા રાઉન્ડની મેચ રમાઈ હતી. પ્રથમ ત્રણ રાઉન્ડમાં વિજય મેળવનારી ભારતીય પુરુષ ટીમ અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શકી નહીં. તેને પોતાના સ્ટાર ખેલાડી વિશ્વનાથન આનંદના પરાજયથી મોટો ઝટકો લાગ્યો હતો. આનંદને દુનિયાના બીજા નંબરના ખેલાડી ફેબિયાનો કરુઆના સામે પરાજયનો સામનો કરવો પડ્યો. કરુઆનાએ 20મી ચાલથી આનંદ પર દબાણ બનાવવાનું શરૂ કર્યું હતું અને 26મી ચાલમાં ગેમ સમાપ્ત કરી નાખી હતી.
કાળા મોહરાથી રમતા આનંદે કરૂઆના સામે એક પણ તક મળી નહીં. પી. હરિકૃષ્ણએ વેસ્લે સામે ડ્રો મેચ રમી. હિકારૂ નાકામુરાએ વિદિત ગુજરાત સામે અને શશિકિરણે સેમ્યુઅલ શેકલેન્ડ સામે ડ્રો મેચ રમી. આ રીતે ભારતીય ટીમને 1.5-2.5થી પરાજયનો સામનો કરવો પડ્યો. ભારતીય પુરુષ ટીમે જોકે, છેલ્લા પરાજય કરતાં સારું પ્રદર્શન કર્યું હતું, જેમાં તેને આ જ ટીમ સામે 3.5-0.5થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
મહિલા વર્ગમાં ભારતીય ખેલાડીઓએ પુનરાગમન કરતાં પોલેન્ડને 3-1થી હરાવી દીધું. ડી હરિકા, તાનિયા સચદેવે ક્રમશઃ બીજા અને ત્રીજા બોર્ડમાં વિજય મેલવ્યો હતો. ડી. હરિકાએ જોલાન્ટા જ્વાદસ્કા અને તાનિયા સચદેવે કે.કુલોનને હરાવી હતી.
તાનિયા સચદેવને છેલ્લા રાઉન્ડમાં આરામ અપાયો હતો, જેમાં ભારતે સર્બિયા સામે ડ્રો મેચ રમી હતી. ઈશા કરાવડેએ અન્ના વારાકોમસ્કા સામે ડ્રો રમી. કોનેરુ હમ્પીને મોનિકા સોક્કો સામે શ્રેષ્ઠ તક મળી, પરંતુ તેને પોઈન્ટ વહેંચવા મજબુર થવું પડ્યું હતું.
ભારતીય પુરુષ ટીમ આ અગાઉ કેનેડા, અલ સલ્વાડોર અને ઓસ્ટ્રેલિયાને એક સમાન પોઈન્ટ 3.5-0,5થી હરાવ્યા હતા. સામે પક્ષે ભારતીય મહિલા ટીમે પોતાની પ્રથમ બે મેચમાં ન્યુઝિલેન્ડ અને વેનેઝુએલાને 4-0થી હરાવ્યા હતા.
ત્રીજા રાઉન્ડમાં સર્બિયાને 2-2 પર રોકી રાખ્યું હતું. આ ટૂર્નામેન્ટ સ્વિસ ફોર્મેટમાં રમાઈ રહી છે, જેમાં પ્રારંભિક 90 મિનિટમાં ઓછામાં ઓછી 40 ચાલ ચાલવી અનિવાર્ય હોય છે. જો મેચ તેના આગળ ખેંચાય તો ચાલનું ટાઈમિંગ ઓછું થઈ જાય છે.