30 વર્ષ બાદ દિવાળી પર શનિ દેવ ચાલશે ઉલ્ટી ચાલ, આ જાતકોના સિતારા ચમકશે, દરેક ક્ષેત્રમાં સફળતાનો યોગ

Shani Dev Vakri in Kumbh: શનિ દેવ આ વર્ષે દિવાળી પર વક્રી ચાલમાં ગોચર કરશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
 

કુંભ રાશિમાં વક્રી થશે શનિ

1/5
image

વૈદિક પંચાગ અનુસાર આ વર્ષે દિવાળીનું પર્વ 31 ઓક્ટોબરે છે. તમને જણાવી દઈએ કે આ દિવસે કર્મફળ દાતા શનિ દેવ વક્રી અવસ્થામાં સંચરણ કરશે. શનિ દેવ 30 વર્ષ બાદ કુંભમાં વક્રી થયા છે. તેવામાં શનિ દેવના વક્રી થવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ દિવાળી પર આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયનો યોગ બની રહ્યો છે. આવો જાણીએ કઈ રાશિઓ ભાગ્યશાળી છે.  

વૃષભ રાશિ

2/5
image

તમારા લોકો માટે શનિ દેવનું વક્રી થવું લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી કર્મ ભાવ પર વક્રી થયા છે. તેથી દિવાળી પર તમને કામ-કારોબાર સંબંધિત શુભ સમાચાર મળી શકે છે. સાથે જો તમે નવી નોકરીની યોજના બનાવી રહ્યાં છો ઓ આ સમયે તમને પસંદગીની નોકરી મળી શકે છે. તમે નાણાની બચત કરી શકશો. કાર્યક્ષેત્રમાં તમારા પ્રયાસોથી અધિકારીઓ સંતુષ્ટ રહેશે. આ દરમિયાન તમને ધનલાભ થઈ શકે છે. સાથે કારોબારનો વિસ્તાર થઈ શકે છે. આ સમયે તમને પૈતૃક બિઝનેસમાં સારો લાભ થઈ શકે છે.

મેષ રાશિ

3/5
image

શનિ દેવના દિવાળી પર ઉલ્ટી ચાલ ચાલવાનું શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી ગોચર કુંડળીના આવક અને લાભ સ્થાન પર વક્રી થશે. આ દરમિયાન તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. સાથે આવકના ઘણા સ્ત્રોત બની શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં ઉલ્લેખનીય સુધાર થવાની સંભાવના છે અને તમને દેવામાંથી મુક્તિ મળી શકે છે. સાથે આ સમયે તમને રોકાણથી લાભ થઈ શકે છે. વેપારીઓ મોટી ડીલ કરી શકે છે. તો શેર બજાર, સટ્ટા અને લોટરીમાં લાભ થઈ શકે છે.

મકર રાશિ

4/5
image

તમારા લોકો માટે શનિ દેવનું વક્રી થવું લાભદાયક સાબિત  થશે. કારણ કે શનિદેવ તમારી રાશિમાં ધન અને વાણી ભાવ પર સંચરણ કરી રહ્યાં છે. આ દરમિયાન તમને ધનલાભ થઈ શકે છે. સાથે અટવાયેલા નાણા પરત મળી શકે છે. આ સમયે કરિયરમાં પ્રગતિ થશે અને કારોબારીઓને લાભ થશે. તમે અધૂરા પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો, જેમાં આગળ જતાં તમને મોટો લાભ થશે. તમારી વાણીનો પ્રભાવ વધશે, જેનાથી લોકો પ્રભાવિત થશે.   

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.